Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

દેશભક્તિના રંગે રંગાયું ભાગવત કથા મેદાન:રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે ડ્રોન શો બન્યું આકર્ષણ, સચેત-પરંપરાની જોડીના સૂરથી જનમેદની મંત્રમુગ્ધ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 11, 2026 👁 6 views
દેશભક્તિના રંગે રંગાયું ભાગવત કથા મેદાન:રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે ડ્રોન શો બન્યું આકર્ષણ, સચેત-પરંપરાની જોડીના સૂરથી જનમેદની મંત્રમુગ્ધ
આગામી સ્વાતંત્ર્ય પર્વ અને'હર ઘર તિરંગા' અભિયાનની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સેક્ટર-11 સ્થિત ભાગવત કથા મેદાનમાં ભવ્ય તિરંગા કોન્સર્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. પાટનગરના નાગરિકોમાં રાષ્ટ્રભાવનાને વધુ બળવત્તર બનાવવાના ઉદ્દેશથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતાં સમગ્ર મેદાન ખીચોખીચ ભરાઈ ગયું હતું. સચેત-પરંપરાની જોડીના સૂરથી લોકો મંત્રમુગ્ધ આ યાદગાર સંગીત સંધ્યામાં બોલિવૂડની સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી સચેત અને પરંપરાએ તેમના પ્રખ્યાત દેશભક્તિ અને લોકપ્રિય ગીતોની ધમાકેદાર પ્રસ્તુતિ કરી ઉપસ્થિત વિશાળ જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ સંગીતમય માહોલની સાથોસાથ આકાશમાં આયોજિત ભવ્ય અને અદભુત ડ્રોન શો આ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો. આકાશી રોશનીથી દેશભક્તિની અવનવી આકૃતિઓ આકાશી રોશની દ્વારા રચાયેલી દેશભક્તિની અવનવી આકૃતિઓ અને બેકગ્રાઉન્ડ સંગીતના અનોખા સમન્વયે ઉપસ્થિત સૌ કોઈને દેશપ્રેમના રંગે રંગી દીધા હતા. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી સુચારુ બેઠક વ્યવસ્થા, ચુસ્ત સુરક્ષા અને ઉત્કૃષ્ટ મેનેજમેન્ટને નગરજનોએ મુક્ત કંઠે બિરદાવ્યું હતું. સંગીત અને ડ્રોન શોનો સંગમ જ્યારે આબાલવૃદ્ધ સૌ નાગરિકોએ સંગીત અને ડ્રોન શોનો આનંદ માણી ઉત્સવ જેવો માહોલ ઊભો કર્યો હતો. મહાનગરપાલિકા વહીવટી તંત્રે આ કાર્યક્રમને ઐતિહાસિક સફળતા અપાવવા બદલ તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં પણ પાટનગરમાં આવા પ્રેરણાદાયી આયોજનો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan