Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ડિંડોલીમાં લોકોનો આરોપીના ઘરે પહોંચી હોબાળો:લારીવાળાઓ પાસે માંગતા શખ્સને રોકતા વેપારીને ગળા પર ચપ્પુ મુક્યું, સ્થાનિકોની ઘર જઈ માતા-પિતાને ફરિયાદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 12, 2026 👁 1 views
ડિંડોલીમાં લોકોનો આરોપીના ઘરે પહોંચી હોબાળો:લારીવાળાઓ પાસે માંગતા શખ્સને રોકતા વેપારીને ગળા પર ચપ્પુ મુક્યું, સ્થાનિકોની ઘર જઈ માતા-પિતાને ફરિયાદ
સુરતના ડિંડોલીમાં સ્થાનિક વેપારીના ગળા પર જાહેરમાં ચપ્પુ મૂકીને જીવલેણ હુમલાનો પ્રયાસ કરી રોકડા રૂપિયા 37,200 ની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આરોપી ચપ્પુ બતાવીને લોકોને ડરાવી-ધમકાવી રહ્યો હતો, જેથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, આ આરોપીની રોજબરોજની ગુંડાગીરી અને ધાકધમકીઓથી ત્રાસી ગયેલા સ્થાનિક લોકો અને વેપારીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને એકત્રિત થયેલું ટોળું સીધું જ આરોપીના ઘર સુધી પહોંચી ગયું હતું, જ્યાં તેના માતા-પિતા સામે ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો. G-9 બિઝનેસ સેન્ટર પાસે લારીવાળાઓ પાસેથી હપ્તાવસૂલી પ્રાપ્ત વિગતો અનુસાર, આક્ષેપ છે કે, ડિંડોલીમાં આવેલા જી-નાઇન (G-9) બિઝનેસ સેન્ટરની આસપાસ રોજીરોટી કમાતા નાના લારી-ગલ્લાવાળા અને ફેરિયાઓ લાંબા સમયથી આરોપી રોહિત સોનવણેના આતંકનો શિકાર બની રહ્યા હતા. ગત 11મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:45 વાગ્યાના અરસામાં આરોપી રોહિત હાથમાં ચપ્પુ લઈને બજારમાં નીકળ્યો હતો. તે દુકાનોની આસપાસ ઊભા રહેતા ફેરિયાઓને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક હપ્તાવસૂલી (ખંડણી) ઉઘરાવી રહ્યો હતો. વેપારીને ફરિયાદ કરતા તેઓ આરોપીને સમજાવવા ગયા આ વિસ્તારમાં 'શ્રી ગોવિંદ ધામ ભોગ' નામની દુકાન ચલાવતા વેપારી વિનાયક પવન શર્માને સ્થાનિક ફેરિયાઓએ આ અંગે ફરિયાદ કરી હતી. અગાઉ પણ જ્યારે લારીવાળાઓએ વેપારીને પોતાની વ્યથા જણાવી હતી, ત્યારે વિનાયકભાઈએ તેમને આશ્વાસન આપ્યું હતું કે, "તમારા અહીં લારી ચલાવવાથી અમને કોઈ વાંધો નથી, જો કોઈ હેરાન કરે તો અમને જણાવજો." આથી, ઘટનાના દિવસે જ્યારે આરોપી ફેરિયાઓને હેરાન કરી રહ્યો હતો, ત્યારે સ્થાનિક લોકોની જાણ પરથી વિનાયક શર્મા આરોપી પાસે ગયા હતા અને તેને લોકોને ન ડરાવવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ ચપ્પુ કાઢ્યું, ₹37 હજાર રોકડા લૂંટ્યા વેપારી વિનાયક શર્માએ જ્યારે આરોપીને પૂછ્યું કે "તું શા માટે આવી રીતે લોકોને ડરાવે-ધમકાવે છે?", ત્યારે રોહિત સોનવણે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પોતાના હાથમાં રહેલું ચપ્પુ સીધું જ વિનાયકભાઈના ગળા પર મૂકી દીધું હતું અને ગાળાગાળી કરી દુકાનના કેશ કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા 37,200 કાઢી લીધા હતા. આરોપીએ વેપારી તેમજ ત્યાં હાજર સ્ટાફને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ આરોપી હાથમાં ચપ્પુ લઈને દોડતો સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે. ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, લોકોમાં ભારે રોષ આ સમગ્ર ઘટનાને લઈને ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આરોપી આ વિસ્તારમાં લાંબા સમયથી દાદાગીરી અને ગેરકાયદેસર રીતે હપ્તાવસૂલીનું નેટવર્ક ચલાવે છે. બનાવના દિવસે આરોપીની હરકતોથી કંટાળેલા લોકોએ હિંમત ભેગી કરીને તેનો પીછો કર્યો હતો અને તેના ઘર સુધી પહોંચીને તેના પરિવારને ફરિયાદ કરી હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને લોકોના નિવેદનના આધારે ગુનો નોંધી આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan