Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Dahod: ઝાલોદમાં 10,000ની લાંચ લેતા AHM એન્જિનિયર અને વચેટિયો રંગેહાથ ઝડપાયા

📰 Sandesh 🕐 1 min read 📅 August 10, 2026 👁 6 views
Dahod: ઝાલોદમાં 10,000ની લાંચ લેતા AHM એન્જિનિયર અને વચેટિયો રંગેહાથ ઝડપાયા
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સરકારી યોજનાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ઝાલોદ ખાતે AHM એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જયેશ પટેલે સરકારી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા ઘરના નિર્માણ માટે આગળનો હપ્તો છૂટો કરવાની કામગીરીના બદલામાં અરજદાર પાસેથી 10,000 ની લાંચની માંગણી કરી હતી. ઝાલોદમાં ACBની કાર્યવાહી અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે ACB ની ટીમે તાત્કાલિક વ્યૂહરચના બનાવી મુવાડા ચોકડી નજીક છટકું ગોઠવ્યું હતું. એન્જિનિયર જયેશ પટેલના કહેવાથી ખાનગી વ્યક્તિ મનુભાઈ વસૈયા મુવાડા ચોકડી પાસે આવેલ એક પાનના ગલ્લા પર અરજદાર પાસેથી ₹10,000ની રોકડ રકમ સ્વીકારી રહ્યા હતા. ACB કાર્યવાહી અને અટકાયત લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડી વચેટિયા મનુભાઈ વસૈયા અને એન્જિનિયર જયેશ પટેલ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ રૂ. 10,000 ની લાંચની રકમ જપ્ત કરી બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા (POCA) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: Dhrangadhra: APMCની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, વેપારી પેનલમાં 100 ટકા અને ખેડૂત પેનલમાં 97 ટકા મતદાન નોંધાયું
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan