Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો

📰 Abp News 🕐 1 min read 📅 September 6, 2026 👁 4 views
DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો

DA hike 2026: જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી કે પેન્શનર છો, તો તમારા માટે એક અત્યંત ખુશીના સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. જુલાઈ 2026 માટેનો AICPI-IW ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા આંકડાઓમાં અગાઉના મહિનાની સરખામણીમાં 1.3 પોઈન્ટનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ ડેટા બહાર આવતાની સાથે જ કર્મચારીઓ આગામી DA સુધારા પર નજર માંડીને બેઠા છે. એવી પ્રબળ અપેક્ષા છે કે કેન્દ્ર સરકાર આગામી તહેવારોની મોસમ પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની સત્તાવાર જાહેરાત કરી શકે છે, જે 1લી તારીખથી અમલમાં આવશે.

લેબર બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલા નવા ડેટા અનુસાર, જુલાઈ 2026 માં AICPI-IW ઇન્ડેક્સ 1.3 પોઈન્ટ ઉછળીને 153.2 ની સપાટીએ પહોંચી ગયો છે. આ સાથે જ, જુલાઈ 2026 માં છૂટક ફુગાવાનો વાર્ષિક દર પણ વધીને 4.57% નોંધાયો છે, જે બરાબર એક વર્ષ અગાઉ એટલે કે જુલાઈ 2025 માં માત્ર 2.66% હતો. ફુગાવાના આ વધતા આંકડાઓને પગલે કર્મચારીઓને પૂરી આશા છે કે સરકાર આગામી મહિનાઓમાં મોંઘવારી ભથ્થામાં ચોક્કસ વધારો કરશે. નોંધનીય છે કે આ ડેટા દેશના 88 મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોના 317 અલગ-અલગ બજારોમાંથી એકત્રિત કરવામાં આવેલા છૂટક ભાવોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

AICPI-IW ઇન્ડેક્સ શું છે અને તેનું વલણ

AICPI-IW એટલે કે 'ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ'. આ ઇન્ડેક્સ દર મહિને બહાર પાડવામાં આવે છે અને તે ઔદ્યોગિક કામદારો દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા માલસામાન અને સેવાઓના ભાવમાં થતા ફેરફારોને માપે છે. વર્ષ 2026 ના શરૂઆતના મહિનાઓથી જ આ સૂચકાંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, માર્ચ 2026 માં આ ઇન્ડેક્સ 149.1 હતો. ત્યારબાદ એપ્રિલ 2026 માં તે 149.9 થયો, મે મહિનામાં 150.8, જૂનમાં 151.9 અને હવે જુલાઈ 2026 માં તે વધીને 153.2 પર પહોંચી ગયો છે.

કર્મચારીઓ માટે આંકડાઓનું મહત્ત્વ અને સંભવિત વધારો

કેન્દ્રીય કર્મચારીઓ માટે આ ઇન્ડેક્સ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે, કારણ કે તેના આધારે જ તેમના મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોના મોંઘવારી રાહત (DR) ની ગણતરી થાય છે. 7મા પગાર પંચના નિયમો અનુસાર, વર્ષમાં બે વાર DA સુધારવામાં આવે છે, જે 12 મહિનાના સરેરાશ AICPI-IW આંકડા પર આધારિત હોય છે. સામાન્ય રીતે સરકાર માર્ચ અને ઓક્ટોબર મહિનાની આસપાસ આ વધારાની જાહેરાત કરતી હોય છે.

હાલના જુલાઈ 2026 ના નવા AICPI-IW ડેટા અને ફુગાવાના વલણને જોતાં, આર્થિક નિષ્ણાતો અને કર્મચારી સંગઠનો આ વખતે મોંઘવારી ભથ્થામાં આશરે 3% થી 4% ના વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે, આ હાલમાં માત્ર એક અંદાજ છે. મોંઘવારી ભથ્થાનો અંતિમ અને વાસ્તવિક વધારો બાકી રહેલા મહિનાઓના AICPI-IW ડેટા અને કેન્દ્ર સરકારની કેબિનેટની અંતિમ મંજૂરી પછી જ સત્તાવાર રીતે નક્કી કરવામાં આવશે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan