Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ચૂંટણી નજીક આવતાં ગણતરી બદલાઈ?:ગાંધીનગર મનપાની આવતીકાલે સામાન્ય સભા યોજાશે, બજેટ રીવિઝનના નામે 77 કરોડથી વધુના વિકાસ કામો મંજૂર થશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 19, 2026 👁 7 views
ચૂંટણી નજીક આવતાં ગણતરી બદલાઈ?:ગાંધીનગર મનપાની આવતીકાલે સામાન્ય સભા યોજાશે, બજેટ રીવિઝનના નામે 77 કરોડથી વધુના વિકાસ કામો મંજૂર થશે
ગાંધીનગર મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની આખરી સામાન્ય સભા યોજાવા જઈ રહી છે, જેમાં શાસક પક્ષ દ્વારા નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં મોટા પાયે ફેરફાર અને સિવીલ ઈજનેરી કામો માટે રૂ. 77.10 કરોડથી વધુનું ગ્રાન્ટ રીવિઝન મંજૂર કરાશે. આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પહેલાં પ્રજા સમક્ષ જતાં પૂર્વે પાયાની સુવિધાઓ અને વિકાસકામો ઝડપથી પૂર્ણ કરવાના હેતુથી કમિશનર દ્વારા મૂકવામાં આવેલી વિવિધ ભલામણો પર આ બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે. સિવીલ ઈજનેરી શાખામાં ₹77.10 કરોડનું બજેટ રીવિઝન સામાન્ય સભામાં સિવીલ ઈજનેરી શાખા હસ્તકના ચાલી રહેલા અને આગામી વિકાસકામો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં અનુક્રમે રૂ.61.10કરોડ અને રૂ. 16 કરોડ મળીને એકસાથે રૂ.77.10 કરોડથી વધુનું બજેટ રીવિઝન મંજૂર કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરના પેરીફેરી ગામડાંઓ, અર્બન સ્લમ અને પછાત વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે નાણાં ફાળવવાની ભલામણ પણ સ્વીકારવામાં આવશે. મિલકતવેરામાં 'સેલ્ફ એસેસમેન્ટ' અને નીતિગત નિર્ણયો આરોગ્ય સેવાઓનો વ્યાપ અને વહીવટી સુધારા વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે હાલમાં 2 હેલ્થ સેન્ટરોમાં ચાલતી ફિઝિયોથેરાપી અને ડેન્ટલ સેવાઓનો વ્યાપ વધારીને વધુ 5 અર્બન હેલ્થ સેન્ટરોમાં આ સુવિધા શરૂ કરાશે, જેના માટે રૂ. 27 લાખનું વધારાનું બજેટ અને સાધનો-દવાઓની ખરીદી માટે રૂ. 75 લાખ મંજૂર કરાશે. વહીવટી સ્તરે, I.C.T. ઓફિસર (વર્ગ-2)ના ભરતી-બઢતીના નિયમો, સેનેટરી સબ ઈન્સપેક્ટર (વર્ગ-3)ના પગાર ધોરણ અને રાજીનામું આપનાર વર્ગ-1 તથા 2 ના અધિકારીઓ પાસેથી બોન્ડ રકમ અને તાલીમ ખર્ચ વસૂલવાની નીતિ અંગે નિર્ણયો લેવાશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan