top
ચોરવાડમાં દરોડા: SMC બાદ સ્થાનિક પોલીસે ઝડપ્યા 20 જુગારીઓ:જન્માષ્ટમીએ SMCના દરોડા બાદ ચોરવાડ પોલીસે ફરી જુગારધામ પર રેડ પાડી 2.49 લાખના મુદ્દામાલ સાથે 20 શખસોની ધરપકડ કરી.
ચોરવાડ પોલીસ દ્વારા સોસાયટીમાં જાહેર જગ્યા પર ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 20 પુરુષોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 89,220 રોકડા, રૂ. 1,60,500ની કિંમતના 20 મોબાઈલ ફોન, 4 ગંજીપત્તાની કેટ અને 2 પાથરણા મળી કુલ રૂ. 2,49,720નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર-ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. અગાઉ જન્માષ્ટમી પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ચોરવાડમાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. SMCની એ કાર્યવાહીમાં રૂ. 3,72,200 રોકડા, 1 ફોર-વ્હીલર, 11 ટુ-વ્હીલર, 42 મોબાઈલ અને જુગાર સાહિત્ય મળી કુલ રૂ. 16,02,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તે સમયે SMC દ્વારા 44 આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી, જ્યારે વાડી ભાડે આપનાર લાલાભાઈ અને વીરેન સેવરાને વોન્ટેડ જાહેર કરાયા હતા. ઝડપાયેલા આરોપીઓ. શક્તિભાઈ ભૂપેન્દ્રભાઈ ચાવડા – વેરાવળ ધવલભાઈ નંદલાલભાઈ ચુડાસમા – વેરાવળ વિશાલભાઈ ખીમજીભાઈ વધાવી – વેરાવળ ગોવિંદભાઈ વેલજીભાઈ મસાણી – વેરાવળ નીલેશભાઈ રાજનારાયણભાઈ પાલ – વેરાવળ એજાદભાઈ ફારૂકભાઈ પટેલ – માંગરોળ નદીમભાઈ નજીરભાઈ સુમરા – માંગરોળ હનીફભાઈ આદમભાઈ વાણાંત – માંગરોળ યુનુસભાઈ ફકરુદીન કાજી – માંગરોળ ધર્મેન્દ્રસીંગ સુરજનસીંગ ભદોરીયા – વેરાવળ સંજય મનસુખભાઈ ફોફંડી (સુપર) – વેરાવળ નગીનભાઈ મોહનભાઈ ડોરીયા – વેરાવળ જયભાઈ ભરતભાઈ ફોફંડી – વેરાવળ રોહીત મનસુખભાઈ કુહાડા (રોનક) – વેરાવળ જીજ્ઞેશગીરી વિજયગીરી અપારનાથી – વેરાવળ પ્રકાશભાઈ પદમસી ચોમલ – વેરાવળ હિતેનભાઈ મહેન્દ્રભાઈ માવદીયા – વેરાવળ વિશાલભાઈ કમલેશભાઈ જેઠવા – વેરાવળ વિજયભાઈ રામજીભાઈ મરવી – વેરાવળ હર્ષીતભાઈ જીતેન્દ્રભાઈ ચોરવાડીયા – વેરાવળ
Read full article on Divya Bhaskar