Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભારત રત્ન વૈજ્ઞાનિક CNR રાવને નોટિસ:નામમાં Prof ની જગ્યાએ Proff લખ્યું, SIR દરમિયાન ઘણી હસ્તીઓ સાથે વિવાદ થઈ ચૂક્યા છે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 1 views
ભારત રત્ન વૈજ્ઞાનિક CNR રાવને નોટિસ:નામમાં Prof ની જગ્યાએ Proff લખ્યું, SIR દરમિયાન ઘણી હસ્તીઓ સાથે વિવાદ થઈ ચૂક્યા છે
કર્ણાટકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પછી ભારત રત્ન વૈજ્ઞાનિક સી.એન.આર. રાવને નામમાં ગડબડના મામલે નોટિસ જાહેર કરવામાં આવી છે. જૂના રેકોર્ડમાં તેમનું નામ ‘ProfCNR રાવ’ છે, જ્યારે નવા રેકોર્ડમાં ‘Proff CNR રાવ’ લખેલું છે. નોટિસમાં તેમને આ મામલાને ઉકેલવા માટે બેંગલુરુના મલ્લેશ્વરમમાં સુનાવણી માટે હાજર રહેવા જણાવાયું છે. જોકે, રાવના કાર્યાલયે જણાવ્યું કે તેમને હજુ સુધી કોઈ નોટિસ મળી નથી. નોટિસ ઓનલાઈન જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમણે તેને જોઈ નથી. રાવને 2014માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં SIR 17 ઓગસ્ટે સમાપ્ત થયું. ત્યારબાદ 23 સપ્ટેમ્બર સુધી વાંધાઓ અને નોટિસ પર ચૂંટણી પંચમાં સુનાવણી ચાલશે. SIR દરમિયાન ઘણી હસ્તીઓ સાથે વિવાદો થયા છે. તેમાં રાહુલ દ્રવિડ, પ્રકાશ રાજ અને રાઘવ ચઢ્ઢાનું પણ નામ સામેલ છે. રાહુલ દ્રવિડ અને રાઘવ ચઢ્ઢા સહિત અનેકના નામ કપાવા પર વિવાદ રાહુલ દ્રવિડ- ઘર બદલ્યા પછી જૂના સરનામેથી નામ કપાઈ ગયું, નવા સરનામે ટ્રાન્સફર ન થયું. પ્રકાશ રાજ- સરનામાનાં વેરિફિકેશન દરમિયાન 'શિફ્ટેડ' (સ્થળાંતરિત) માનીને યાદીમાંથી નામ હટાવી દેવામાં આવ્યું. રામ જેઠમલાણી- રોલ અપડેશનની ટેકનિકલ ખામીને કારણે નામ ડિલીટ થઈ ગયું. રાઘવ ચઢ્ઢા- મતદાર યાદીનાં રિવિઝન દરમિયાન સરનામાનાં વેરિફિકેશન પર ટેકનિકલ વાંધો નોંધાયો. CNR રાવની વૈજ્ઞાનિક કારકિર્દી CNR રાવનો જન્મ 1934માં બેંગલુરુમાં થયો હતો. તેમણે કેમિસ્ટ્રી રિસર્ચમાં યોગદાન આપ્યું છે. તેમાં સોલિડ-સ્ટેટ મટિરિયલ્સ, નેનોમટિરિયલ્સ અને સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રીનો સમાવેશ થાય છે. તેમણે 1976માં IIScમાં સોલિડ સ્ટેટ એન્ડ સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રી યુનિટની સ્થાપના કરી હતી. તેઓ 1984 થી 1994 સુધી IIScના નિર્દેશક રહ્યા. સીએનઆર રાવે 1,600 થી વધુ રિસર્ચ પેપર લખ્યા છે અને તેમને અનેક આંતરરાષ્ટ્રીય સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યોમાં SIRનો ત્રીજો તબક્કો ચૂંટણી પંચે 14 મેના રોજ હરિયાણા, ઝારખંડ, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની જાહેરાત કરી હતી. આ SIR નો ત્રીજો તબક્કો છે. સમગ્ર પ્રક્રિયા 30 મેથી 23 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન 36.73 કરોડ મતદારોનું વેરિફિકેશન થઈ રહ્યું છે. જે રાજ્યોમાં SIR થશે, તેમાં પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુરમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે. અન્ય 13 રાજ્યોમાં 2028 અને 2029 માં ચૂંટણીઓ યોજાશે. 10 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પૂર્ણ થયું SIR ના પહેલાં અને બીજા તબક્કામાં 10 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો આવરી લેવામાં આવ્યા છે. SIR પછી બિહાર, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતી છે. કેરળમાં કોંગ્રેસ ગઠબંધન અને તમિલનાડુમાં TVK એ જીત મેળવી છે. આસામમાં સ્પેશિયલ રિવિઝન (SR) થયું. અહીં પણ ભાજપ સરકારની વાપસી થઈ.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan