Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરતમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીની ગર્જના:પહેલાં બીજા રાજ્યના લોકો ખમણ-ઢોકળા કહીને મજાક ઉડાવતા, હવે એ જ ગુજરાતીઓ ભુક્કા બોલાવે છે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 6, 2026 👁 5 views
સુરતમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીની ગર્જના:પહેલાં બીજા રાજ્યના લોકો ખમણ-ઢોકળા કહીને મજાક ઉડાવતા, હવે એ જ ગુજરાતીઓ ભુક્કા બોલાવે છે
સુરત ખાતે આયોજિત ડાયનેમિક વોરિયર એકેડેમીના પ્રતિષ્ઠિત ‘વોરિયર સાઇનિંગ સ્ટાર એવોર્ડ એન્ડ બ્લેક બેલ્ટ સેરેમની’ સમારોહમાં ઉપસ્થિત રહીને તેમણે રમતગમત ક્ષેત્રે ગુજરાતના અભૂતપૂર્વ પરિવર્તન અને ખેલાડીઓની ઝળહળતી સિદ્ધિઓ અંગે મોટું નિવેદન આપ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેલાડીઓ, કોચ અને વાલીઓને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ કલ્ચર ઊભુ કરવા માટે સરકાર કોઈપણ પ્રકારની કસર છોડશે નહીં. આ તકે તેમણે ખેલાડીઓને વૈશ્વિક સ્પર્ધાઓ માટે તૈયાર કરવા સેન્ટર ઓફ એક્સિલન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પોર્ટ્સ સાયન્સ આધારિત આધુનિક તાલીમ આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ભૂતકાળના સંઘર્ષથી લઈને મેડલના ગૌરવ સુધીની સફર ભૂતકાળના દિવસોને યાદ કરતાં તેમણે એક અત્યંત માર્મિક અને પ્રેરક પ્રસંગ વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજથી બે દાયકા પહેલાં જ્યારે ગુજરાતના રમતવીરો રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ્સમાં ભાગ લેવા જતા ત્યારે અન્ય રાજ્યના લોકો તેમની સામે જોઈને 'ખમણ, ઢોકળા, ફાફડા અને જલેબી' કહીને મજાક ઉડાવતા હતા. જોકે, આજે એ જૂની માનસિકતા ધ્વસ્ત થઈ ચૂકી છે અને એ જ ગુજરાતના ખેલાડીઓ આજે દેશના ખૂણે-ખૂણે મેદાનમાં ઉતરીને ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ભુક્કા બોલાવી રહ્યા છે અને અગણિત મેડલ્સ જીતીને રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. ગુજરાતીઓ માત્ર વેપાર-ધંધામાં જ નહીં પરંતુ, સ્પોર્ટ્સના મેદાનમાં પણ અગ્રેસર રહી શકે છે તે આ ખેલાડીઓએ પોતાના પરસેવાથી સાબિત કરી બતાવ્યું છે. રમતવીરો માટે દેશમાં સૌથી વધુ ફંડ આપતું રાજ્ય બન્યું ગુજરાત રાજ્ય સરકારના આગામી સ્પોર્ટ્સ વિઝનની રૂપરેખા રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે, રમતગમત ક્ષેત્રે અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવા માટે ગુજરાત દેશભરમાં ખેલાડીઓ પાછળ સૌથી વધુ બજેટ અને ફંડ ફાળવનારું અગ્રેસર રાજ્ય બન્યું છે. ખાસ કરીને તાઇકવાન્ડો, કરાટે અને માર્શલ આર્ટ્સ જેવી રમતોમાં યુવા પ્રતિભાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી નાણાકીય અનુદાન અને માળખાકીય સપોર્ટ પૂરો પાડવામાં આવશે. રાજ્યના સ્પોર્ટ્સ કલ્ચરને આગળ ધપાવવામાં દિવસ-રાત પરિશ્રમ કરી રહેલા કોચ, રમત સંગઠનો અને વાલીઓના અમૂલ્ય યોગદાનની પણ તેમણે સરાહના કરી હતી. સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ જમીન સાથે જોડાયેલા રહેવાની શીખ સમારોહના સમાપન સમયે તેમણે યુવા ખેલાડીઓને જીવનમાં સંસ્કાર અને વિનમ્રતા જાળવી રાખવાની હૃદયસ્પર્શી શિખામણ આપી હતી. તેમણે ભાવુક અપીલ કરતાં કહ્યું હતું કે સખત મહેનતના બળે જીવનમાં અનેક મેડલ્સ અને એવોર્ડ્સ પ્રાપ્ત થશે, પરંતુ મોટી સફળતા મળ્યા પછી પણ ક્યારેય અહંકાર ન કરવો અને હંમેશા જમીન સાથે જોડાયેલા રહેવું. ખેલાડીને પોડિયમ પર વિજયી મુદ્રામાં જોવા પાછળ માતા-પિતાએ પોતાનું સમગ્ર જીવન અને લોહી-પરસેવો વહાવ્યો હોય છે, તેથી કારકિર્દીની ગમે તેવી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ પોતાના માતા-પિતા પ્રત્યેનો આદરભાવ અને સંસ્કારો ક્યારેય વિસરાવા ન જોઈએ.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan