Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

જેન-ઝી માટે મોદીનું બ્રહ્માસ્ત્ર:ગુજરાતથી ભાજપે મોટો પ્રયોગ કર્યો, કૉંગ્રેસ અને CJP પણ મેદાને, 37 કરોડની વોટબેંકને પંપાળવા હરિફાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 3 views
જેન-ઝી માટે મોદીનું બ્રહ્માસ્ત્ર:ગુજરાતથી ભાજપે મોટો પ્રયોગ કર્યો, કૉંગ્રેસ અને CJP પણ મેદાને, 37 કરોડની વોટબેંકને પંપાળવા હરિફાઈ
દેશના પ્રધાનમંત્રી મોદીની સરકારી સભાની ટિકિટ પહેલીવાર પ્રાઈવેટ પ્લેટફોર્મ બૂક માય શો પર બૂક થવા અને ખાલી એક જ કલાકમાં હાઉસફૂલ થઈ જાય તો? આવું હકિકતમાં આજે બન્યું છે. પણ આપણે હંમેશા પડદા પરની નહીં પણ પડદા પાછળની વાત કરતા હોઈએ છીએ. તો અહીં વાત છે 2029ની સત્તા અને તેના ફેંસલો કરનાર દેશના 37 કરોડ યુવાનોની. કેવી રીતે ભાજપ-કોંગ્રેસ સહિત બધી જ રાજકીય પાર્ટી જેનઝી પેઢીને પંપાળવા લાગી છે? કેવી રીતે આ પેઢીએ રાતોરાત રાજકારણની આખી રમત બદલી નાખી છે? અને તેમના મગજમાં શું ચાલી રહ્યું છે? આજે તેની વિગતે વાત કરવી છે. નમસ્કાર... આઝાદી પછીની ભારતની રાજનીતિ જુઓ તો જાતિ, ધર્મ કે વિચારધારાના નામે લડાતી આવી છે. પણ 2026 આવતા સુધીમાં આખી રાજકારણની રમત બદલાઈ ગઈ છે. હવે સત્તાના તાર સભાના મંચો પરથી નહીં પણ સ્માર્ટ ફોનની સ્ક્રીન પરથી ખેંચાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ભારતની મોટા ભાગની રાજકીય પાર્ટીનો આજે ટારગેટ છે હું કેવી રીતે જેનઝીને વ્હાલો થાઉં. જેનઝી એટલે કે 1997થી 2012 વચ્ચે જન્મેલા થયેલા યુવાનો. લોકસભા પહેલા જેનઝીને મનાવવા મથામણા આ એ પેઢી છે જેને નેતાઓના લાંબા અને બેરિંગ ભાષણો સાંભળવામાં કોઈ રસ નથી અને સાંભળે તો તેમને કંટાળો આવે છે. જેનઝી પેઢીને તો 30 કે 60 સેકન્ડની રીલમાં રાજકીય રમત સમજાય છે. આવતા વર્ષે ગુજરાત સહિત ભારતના 7 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે, ઉપરથી 2029માં લોકસભા તો માથે ફેણ ચઢાવીને બેઠી છે. આ સમય આવે ત્યાં સુધીમાં અંદાજે 40 કરોડ યુવાનો દેશનો મતદાર બની જવાનું છે. ટૂંકમાં બધા હવે સમજી ગયા છે કે જેનઝી મોટો મતદાર વર્ગ છે તેમને ઈગ્નોર કરાય તો મતપેટીમાં મોટો માર પડે એમ છે. મોદીની બદલાયેલી સ્ટાઈલથી સમજો જેનઝી પેઢીનું દેશમાં કે વોટબેંકમાં વજન કેટલું છે એ પીએમના આજના વડોદરાના પ્રોગ્રામથી લગાવી શકાય છે. તેમણે આજે નમો ફોર વિકસિત ભારત પ્રોગ્રામ માટે કોઈ રેલી નહોતી કરી. એકદમ જેનઝી સ્ટાઈલમાં આખો પ્રોગ્રામ ઉભો કર્યો હતો. ક્યૂઆર કોડ સ્કેન કરીને એન્ટ્રી, કોર્પોરેટ સ્ટાઈલનો વાય શેપનો રેમ્પ અને ડિજિટલ ઓડિયન્સ સાથે સંવાદ. ટૂંકમાં સરકાર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પહેલા જ સમજી ગઈ છે કે આ વોટબેંક કેટલી મોટી છે. રાહુલ ગાંધીની સ્પેશિયલ 120 ટીમ ભાજપ ભાગે તો કોંગ્રેસ કેમ કૂટાય? તેમણે પણ એસી રૂમની કે પ્રેસ કોન્ફરન્સની પોલિટિક્સથી બહાર આવવાના એંધાણ દેખાડ્યા છે. રાહુલ ગાંધી પોતે 120 જેટલા યુવાનોના વન ટુ વન ઈન્ટરવ્યૂ લઈ રહ્યા છે. એવી વાત છે કે તે જેનઝી મતદારોને ખુશ કરવા માટે ફ્યૂચર ટીમ બનાવી રહ્યા છે. અહીં કોઈ નેતાઓના મોટા મોટા પોકળ વાયદાઓ નહીં પણ જમીન પર કોની કેટલી અને સોશિયલ મીડિયા પર કોણ શક્તિમાન છે તે જોવામાં આવે છે અને સિલેક્શન કરવામાં આવે છે. ભાજપ-કોંગ્રેસ સહિત CJP પણ મેદાને અને આખી વાતમાં ટર્ન અહીં આવે છે કે બે મોટી રાજકીય પાર્ટીઓની રેસમાં ત્રીજો ખેલાડી પણ મેદાનમાં ફાવે છે. નામ કોક્રોચ જનતા પાર્ટી. ભલે આ ઈલેક્શન કમિશનમાં રજિસ્ટર્ડ પોલિટીકલ પાર્ટી નથી પણ યુવાનો પોતાની જાતને આ પાર્ટીથી રીલેટ કરી રહ્યા છે. તેમના એગ્રેસિવ અને સટાયરિકલ બળવાએ દેશના શિક્ષણમંત્રીનું પણ રાજીનામું લીધેલું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લાખો-કરોડોમાં ફોલોઅર્સ છે. શિક્ષણની પોલ ખોલતી CJP પણ તેમને ચૂંટણી લડવી હોય તો મોબાઈલ સ્ક્રીનથી બહાર નીકળવું રહ્યું. એટલા માટે જ સીજેપી પાર્ટીએ સ્કૂલ ઠીક કરો નામનું કેમ્પેઈન ચલાવ્યું છે જે સીધું તેમને વિદ્યાર્થીઓ અને ગ્રાઉન્ડ બંને સાથે જોડે. સીજેપીના જેનઝી યુવાનો કોઈ પણ નેતાની રાહ જોયા વિના સીધા સરકારી સ્કૂલમાં પહોંચી જાય છે અને ત્યાંના કંગાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વીડિયો વાયરલ કરીને સરકારને શરમાવે છે. આ પેઢી કોઈ રાજકીય પક્ષની ભક્તી નથી કરતું, તેમની માગ હોય છે નોકરી, પેપર લીક ન થાય એવી સિસ્ટમ, સ્કૂલનું હાઈ લેવલ એજ્યુકેશન અને માનસિક શાંતિ. જ્યારે કોઈ પેઢી સીધી સિસ્ટમની ખામીઓ પર હુમલો કરે અને અમુક સેકન્ડની મીમથી સત્તા હચમચાવી શકે ત્યારે દિલ્લીમાં બેઠેલા દિગ્ગજોને પોતાની રણનીતિ ધરમૂળથી બદલવી પડે એ સ્વાભાવિક છે. દેશનો ચારમાંથી એક વ્યક્તિ જેનઝી હવે જેનઝીના મહત્વને થોડું આંકડાઓથી સમજી લઈએ. 2026ના આંકડાઓ કહે છે કે દેશની વસ્તીના લગભગ 26 ટકા આ પેઢીના લોકો છે. સીધો હિસાબ કરીએ તો ચારમાંથી એક વ્યક્તિ જેનઝી છે. બધા જેનઝી મતદાર નથી પણ જો તેમને વોટબેંક તરીકે રાજકીય પક્ષ જુએ તો 2008માં જન્મેલું બાળક આજના વર્ષે મતદાતા બની જાય છે. સામેની બાજુ 2011માં જન્મેલી પેઢી પણ 2029માં વોટર આઈડી લઈને કોઈ પણ પક્ષને મત આપી શકે છે. ટૂંકમાં કહેવું એ છે કે આવનાર લોકસભા ચૂંટણીમાં મોટો દારોમદાર આ પેઢીના યુવાનો પર છે. પણ આ જેનઝી રહે છે ક્યાં? ચાલો હવે તે પણ જાણી લઈએ. બ્રિટન-ફ્રાન્સની કૂલ સંખ્યા જેટલા જેનઝી માત્ર UPમાં સૌથી વધુ જેનઝી આજના સમયમાં બિહારમાં 32 ટકા, જમ્મુ કાશ્મીરમાં 30.8 ટકા, ઝારખંડમાં 30.7 ટકા અને ઉત્તર પ્રદેશમાં 30 ટકા છે. ખાલી યૂપીની જ વાત કરીએ તો ત્યાં અંદાજે સાડા છથી 7 કરોડ જેનઝી રહે છે. ટૂંકમાં બ્રિટન કે ફ્રાન્સમાં જેટલા કુલ લોકો રહે છે એટલી તો જેનઝીની વસ્તી ખાલી યૂપીમાં જોવા મળી જશે. આંકડાઓમાં વધુ ન પડીએ અને એક બિગર પિક્ચર જોઈએ તો મોટા ભાગનો જેનઝી વર્ગ હિન્દી પટ્ટામાં રહે છે. સામેની બાજુ દક્ષિણ ભારતમાં એટલે કે તમિલનાડુ અને કેરળમાં જેનઝીનો હિસ્સો માંડ 21-22 ટકા જેટોલ જ છે. આવું એટલા માટે કારણ કે ત્યાની વસ્તી ઝડપથી ઘરડી થઈ રહી છે. રાતોરાત ગુજરાતમાં સરકાર ઊંધી પાડી શકે યુવાનો જો ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો પર નજર દોડાવીએ તો ત્યાં ઠીકઠાક જેનઝી લોકો રહે છે. ગુજરાતમાં અંદાજે 25.7 ટકા એટલે કે 2 કરોડ જેનઝી વસે છે. આ પેઢી ગુજરાતની 26 લોકસભા અને 182 વિધાનસભા બેઠકોનું ગણિત રાતોરાત બદલી શકવાની તાકાત રાખે છે. વાત ચૂંટણીની થઈ જ રહી છે તો આ ડેટાને આવનાર ચૂંટણીઓ પર ફિટ બેસાડીએ. કારણ કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને ઉત્તરાખંડ સહિત સાતેક રાજ્યોમાં ચૂંટણી આવવાની છે. આ રાજ્યોમાં 18થી 29 વર્ષના વોટર્સનો હિસ્સો લગભગ અંદાજે 22 ટકા જેટલો છે. હિંદુ-મુસ્લીમ નહીં, શિક્ષણની રાજનીતિમાં રસ આ 22 ટકા એટલે એવા લોકો જેમને 1990 પહેલાનો રાજકીય ઈતિહાસ, મંડલ કમિશન કે હિંદુ-મુસ્લીમની ધ્રુવીકરણની રાજનીતિમાં બહુ ઓછો રસ છે. તેના પછી 2028માં મધ્ય પ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ચૂંટણી આવશે અને 2029માં આખી ગેમ જેનઝી પેઢી બદલી શકવાની તાકાત રાખે છે. કારણ કે 37 કરોડ યુવાનોના હાથમાં 2029માં કઈ સરકાર આવશે તેની ચાવી છે, કોઈ પણ રાજકીય પક્ષ આ પેઢીને હલકામાં લઈ શકે તેમ નથી. હવે થોડી જેનઝી પ્રકારની પણ વાત કરી લઈએ જેથી આપણે આ પેઢીને સારી રીતે સમજી શકીએ. તમે માનો કે ન માનો પણ જૂની પેઢીના નેતાઓ અને લોકોને લાગે છે કે આ પેઢી ઘણી નખરાળી છે. તેમને અઠવાડિયામાં 50 કલાકથી વધુ કામ નથી કરવું અને નાની નાની વાતોમાં મેન્ટલ હેલ્થ અને બર્ન આઉટના ઈશ્યૂ લઈને આવી જાય છે. પણ તેનાથી ઉપર ઉઠીને એવી વાત કરએ જે આપણે બહુ ઓછી સાંભળી કે સમજી હશે. આ પેઢીને બાળપણથી એક જ ગોળી આપવામાં આવી હતી... દસમુ બારમું પાસ કરી લે, સારી ડિગ્રી લઈલે એટલે લાઈફ સેટ થઈ જશે. પણ જ્યારે આ પેઢીનો યુવાન માર્કેટમાં આવ્યો ત્યારે હકિકત તો કંઈક અલગ જ જોવા મળી. તે જુએ છે કે 22 લાખ વિદ્યાર્થીઓ પેપર આપે છે અને સિસ્ટમમાં ખામી હોવાના કારણે પેપર ફૂટી જાય છે. નોકરીઓ ઓછી અને સ્પર્ધા ગળાકાપ છે. જેનઝીને ગમે છે માનસિક શાંતિ આ એ જ પેઢી છે જેમણે પોતાના માતા-પિતાને ટાઈટલ, પ્રમોશન અને ઈએમઆઈ ભરવાના ચક્કરમાં પોતાની જાતને ઘસાતા અને ખપાતા જોઈ છે. એટલે જ આ યુવાનો જૂના હસલ કલ્ચરને નકારી દીધું છે. તેમને ઓછી સેલેરી ચાલશે પણ વર્ક લાઈફ બેલેન્સ સાથે જરાં પણ છેડછાડ નહીં ચાલે કારણ કે તેમના માટે મેન્ટલ પીસ વધુ મહત્વની છે. મેન્ટલ થેરેપી લેવી એ તેમના માટે કોઈ શરમની વાત નથી, આ પેઢી તેને બીમારી તરીકે નહીં પણ જીવન જરૂરિયાત તરીકે જુએ છે. શું જેનઝી દેશને ડૂબાડી દેશે? પણ આ મુદ્દાને રાજનીતિથી દેશ લેવલે લઈ જઈએ તો એક સવાલ થાય કે શું જેનઝીનો સ્માર્ટ અને નોનોનસેન્સવાળો એટિટ્યૂડ દેશને આગળ વધારશે કે પછાડશે? જો સરકારો આ યુવાનોની રોજગાર અને સ્કીલિંગની માગને પૂરી કરવામાં ફેલ જશે તો આ પેઢી સિસ્ટમમાંથી પૂરી રીતે ડિસઈન્ગેજ થઈ જશે. અને જો આવું થયું તો યુવાનોની શક્તિનો લાભ ભારતને મળવો જોઈએ તે ડિઝાસ્ટરમાં ફેરવાઈ જશે. સામેની બાજુ આ પેઢીને સ્કિલ્સ આપવામાં આવે તો તે ગ્લોબલ ઈકોનોમીમાં ભારતના નામની ધૂમ મચાવી શકવાની પણ તાકાત રાખે છે. ટૂંકમાં આવનાર રાજનીતિ કે સત્તા ગાંધીનગર કે દિલ્લીથી નહીં પણ જે જેનથીની એલ્ગોરિધમને સારી રીતે સમજશે તેનાતી ચાલશે. અને છેલ્લે... જેનઝીની તાકાત સમજવી હોય તો રાજસ્થાનમાં મનપાની ચૂંટણી છે એમાં કોંગ્રેસે 22 વર્ષની સુમન રમેશ ભાટી નામની યુવતીને ટિકિટ આપી છે, જેના બેન્કમાં માત્ર 12 જ રૂપિયા છે. આ છે રાજનીતિમાં બદલાવ લાવતી જેનઝીની તાકાત. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan