crime
સાથી કારીગર જ ચોર નીકળ્યો, CCTV:ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયેલા યુવકનો ફોન ચોરી સાથીદાર ફરાર, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
સુરત શહેરના વરાછા વિસ્તારમાં એમ્બ્રોઇડરી ખાતામાં સાથે કામ કરતા સાથી કારીગરનો સ્માર્ટફોન ચોરી જવાના કેસમાં વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ચાર્જિંગમાં મુકેલો ફોન ચોરીને ફરાર થઈ ગયેલા સાથી કારીગરને પોલીસે ચોરી કરેલા ₹6,000ની કિંમતના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ચાર્જિંગમાં મૂકેલો ફોન અડધા કલાકમાં ગુમ થયો હતો મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના દુબેપુર ગામના વતની અને હાલ સુરતના વરાછા એલ.એચ. રોડ પર ઘનશ્યામનગર શેરી નં. ૧૮માં રહેતા ૩૬ વર્ષીય દિપચન્દ્ર શાલિકરામ નિષાદ એમ્બ્રોઇડરી મશીન પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ૧૬ સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે ૧:૦૦ વાગ્યાની આસપાસ તેઓ ઘનશ્યામનગર ખાતે આવેલા મકાનના ખાતામાં હાજર હતા. આ સમયે તેમણે પોતાનો વીવો કંપનીનો સ્માર્ટફોન ખાતામાં જ ચાર્જિંગમાં મૂક્યો હતો અને પોતે થોડીવાર આરામ કરવા માટે સૂઈ ગયા હતા. CCTVમાં સાથી કારીગરની કરતૂત કેદ થઈ અડધા કલાક બાદ એટલે કે બપોરે 1.30 વાગ્યે દિપચન્દ્ર જાગ્યા ત્યારે ચાર્જિંગમાં મૂકેલો મોબાઇલ ફોન ગાયબ હતો. આસપાસમાં તપાસ કરવા છતાં મોબાઇલ ન મળતાં તેમણે એકાઉન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સીસીટીવીમાં તેમની સાથે જ કામ કરતો સાથી કારીગર સુરેન્દ્ર બંસી જાટવ ચાર્જિંગમાંથી મોબાઇલ ફોન કાઢીને પોતાની સાથે લઈ જતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. જેથી ભોગ બનનાર કારીગરે વરાછા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીને મુદ્દામાલ સાથે દબોચ્યો વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 26 વર્ષીય આરોપી સુરેન્દ્ર બંસી જાટવને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલો ₹6000ની કિંમતનો વીવો મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar