Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Car Insurance: ડ્રાઇવિંગ લાઇસન્સમાં ખામી કહી ક્લેમ નકાર્યો, હવે વીમા કંપનીને ₹4.5 લાખ ચૂકવવાનો આદેશ

📰 Sandesh 🕐 1 min read 📅 September 1, 2026 👁 3 views
Car Insurance: ડ્રાઇવિંગ લાઇસન્સમાં ખામી કહી ક્લેમ નકાર્યો, હવે વીમા કંપનીને ₹4.5 લાખ ચૂકવવાનો આદેશ
Car Insurance: કાર અકસ્માત બાદ માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સમાં ખામી હોવાનું કહીને વીમા કંપની ક્લેમ નકારી શકે નહીં. પશ્ચિમ બંગાળ રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે આવા જ એક કેસમાં HDFC જનરલ ઇન્શ્યોરન્સની અપીલ ફગાવી હતી. આયોગે પોલિસીધારકને ₹3.5 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. સાથે માનસિક પરેશાની બદલ ₹1 લાખનું વળતર પણ આપવાનું કહ્યું છે. નિર્ણય 8 જુલાઈ 2026ના રોજ આવ્યો હતો. કારનો વીમો ₹6.95 લાખના IDV પર હતો પોલિસીધારક પાસે Skoda New Laura Ambiente 1.8 TSI કાર હતી. તેનું વીમો ₹6.95 લાખના IDV પર કરવામાં આવ્યું હતું. પોલિસી 9 માર્ચ 2014થી 9 માર્ચ 2015 સુધી માન્ય હતી અને તેના માટે ₹11,233નું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હતું. 12 ઓક્ટોબર 2014ના રોજ કારનો અકસ્માત થયો હતો. ત્યારબાદ કારને Skoda સર્વિસ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી, જ્યાં મરામતનો અંદાજિત ખર્ચ લગભગ ₹5.28 લાખ જણાવવામાં આવ્યો હતો. આ પછી કાર માલિકે વીમા કંપની પાસે નુકસાનની ભરપાઈ માટે ક્લેમ કર્યો હતો. વીમા કંપનીએ ક્લેમ કેમ નકાર્યો? HDFC જનરલ ઇન્શ્યોરન્સે ક્લેમ ચૂકવવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે અકસ્માત સમયે કાર ચલાવનાર વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. કંપનીના જણાવ્યા મુજબ તેની પાસે નાગાલેન્ડમાંથી જારી થયેલું બીજું લાઇસન્સ પણ હતું, જેને કંપનીએ નકલી ગણાવ્યું હતું. આને કંપનીએ મોટર વ્હીકલ એક્ટની કલમ 6ના ઉલ્લંઘન સાથે જોડ્યું હતું. ગ્રાહક આયોગે કહ્યું કે એક વ્યક્તિ પાસે એકથી વધુ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું કાયદાનું ઉલ્લંઘન બની શકે છે અને તેના માટે કાર્યવાહી થઈ શકે છે. પરંતુ માત્ર આ કારણસર વીમા કંપની પોલિસીધારકનો ક્લેમ રદ કરી શકતી નથી. ડ્રાઇવર દ્વારા કાયદાનો ભંગ અને કાર માલિકની વીમા પોલિસીની શરતોનું ઉલ્લંઘન—બંને અલગ બાબતો છે. કાર માલિકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું? આયોગે વીમા કંપનીને પોલિસીધારકને ₹3.5 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ પર 7 સપ્ટેમ્બર 2016થી વાર્ષિક 6 ટકા વ્યાજ પણ ચૂકવવું પડશે. જો 45 દિવસની અંદર ચુકવણી નહીં થાય તો વ્યાજનો દર વધીને 9 ટકા વાર્ષિક થઈ જશે. વીમા કંપનીએ પોલિસીધારકને માનસિક તકલીફ બદલ વધારાના ₹1 લાખ ચૂકવવાના રહેશે. જોકે, પોલિસીધારકે માગેલી સંપૂર્ણ ₹6.95 લાખની IDV રકમ ચૂકવવાનો આયોગે આદેશ આપ્યો નથી. આ કેસમાંથી કાર માલિકો માટે મહત્વની શીખ એ છે કે વાહન ચલાવનાર વ્યક્તિનું ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી છે. જો વીમા કંપની ક્લેમ નકારી કાઢે તો પોલિસીધારકે રિજેકશન લેટર, સર્વેયરનો રિપોર્ટ અને પોલિસીની શરતો ધ્યાનથી તપાસવી જોઈએ. જરૂર પડે તો ગ્રાહક વિવાદ નિવારણ મંચનો સહારો પણ લઈ શકાય છે. આ પણ વાંચો: સસ્તો કાર વીમો પડી શકે છે મોંઘો! પોલિસી ખરીદતી વખતે આ 1 ભૂલ પડશે લાખોમાં!
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan