Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

Cab ઝડપથી મેળવવા માટે ટિપ આપવાની જરૂર નહીં, સરકારનો એગ્રીગેટર્સને મોટો આદેશ

📰 Sandesh 🕐 1 min read 📅 August 13, 2026 👁 10 views
Cab ઝડપથી મેળવવા માટે ટિપ આપવાની જરૂર નહીં, સરકારનો એગ્રીગેટર્સને મોટો આદેશ
કેબથી મુસાફરી કરતા લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે Uber, Ola સહિતના કેબ એગ્રીગેટર્સ મુસાફરોને સફર શરૂ થાય તે પહેલાં ટિપ આપવા માટે કહી શકશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે તમામ મોટર વ્હીકલ એગ્રીગેટર્સને પોતાના મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી પ્રી-રાઈડ ટિપનો વિકલ્પ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક કેબ એપ્સ પર બુકિંગ દરમિયાન ‘Advance Tip’, ‘Choose an Add-on’ અને ‘Improve your chances of quicker ride confirmation’ જેવા વિકલ્પો દર્શાવવામાં આવતા હતા. આ પ્રકારના મેસેજથી મુસાફરોને એવું લાગી શકે છે કે અગાઉથી ટિપ આપવાથી કેબ ઝડપથી કન્ફર્મ થશે અથવા ડ્રાઈવર રાઈડ વહેલી સ્વીકારશે. નવી સૂચના મુજબ, કેબ બુક કરતા પહેલાં એવી કોઈ ટિપ, મેસેજ કે પેમેન્ટ સુવિધા દર્શાવી શકાશે નહીં, જેનાથી વધારાના પૈસા ચૂકવવાથી વધુ સારી અથવા ઝડપી સેવા મળતી હોવાનો સંકેત મળે. તેમાં રાઈડ સ્વીકારવાનો સમય, બુકિંગ કન્ફર્મેશન, ડ્રાઈવર ફાળવણી અને રાહ જોવાના સમય જેવી બાબતોનો સમાવેશ થાય છે. રાઈડ પૂર્ણ થયા બાદ ટિપ આપી શકાશે જોકે, સરકારે ટિપ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી. મુસાફરો રાઈડ પૂર્ણ થયા બાદ પોતાની ઈચ્છાથી ડ્રાઈવરને ટિપ આપી શકશે. ખાસ વાત એ છે કે ટિપની સંપૂર્ણ રકમ ડ્રાઈવરને જ આપવાની રહેશે અને કેબ એગ્રીગેટર તેમાં કોઈ હિસ્સો કાપી શકશે નહીં. આ મામલે અગાઉ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા પણ કેબ પ્લેટફોર્મને પ્રી-રાઈડ ટિપની વ્યવસ્થા બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. હવે મંત્રાલયે તમામ એગ્રીગેટર્સને Motor Vehicle Aggregator Guidelines 2025 મુજબ એપમાં જરૂરી ફેરફાર કરવા કહ્યું છે. આ નિર્ણયથી કેબ બુકિંગ દરમિયાન મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે. આ પણ વાંચો : Air India Pilot Dope Test: શુ હોય છે પાયલટોનો ડોપ ટેસ્ટ, જાણો તેનાથી કઇ માહિતી આવે છે સામે?
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan