Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Business News : રેલવે કંપનીને મળ્યો 1100 કરોડ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર, શેરમાં આવ્યો 7 ટકાનો ઉછાળો

📰 Sandesh 🕐 1 min read 📅 September 1, 2026 👁 3 views
Business News : રેલવે કંપનીને મળ્યો 1100 કરોડ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર, શેરમાં આવ્યો 7 ટકાનો ઉછાળો
રેલવે સેક્ટરની કંપની Texmaco Rail and Engineeringના શેરમાં મંગળવાર, 1 સપ્ટેમ્બરના રોજ જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં ઈન્ટ્રાડે દરમિયાન લગભગ 7%નો ઉછાળો આવ્યો હતો. આ તેજી પાછળ કંપનીને મળેલો આશરે ₹1,100 કરોડનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. શું છે ઓર્ડર? કંપનીએ સ્ટોક એક્સચેન્જને કરેલી ફાઈલિંગમાં જણાવ્યું કે Tsiko Africa Logistics અને Barberry Holdings તરફથી તેને Letter of Award મળ્યો છે. આ ઓર્ડર હેઠળ Texmaco Railને Wabtec ES43ACi ડીઝલ-ઈલેક્ટ્રિક લોકોમોટિવની ડિઝાઈનિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય અને કમિશનિંગનું કામ કરવાનું રહેશે. આ લોકોમોટિવની ક્ષમતા 4,500 HP હશે. કંપનીએ આ પ્રોજેક્ટને ફાઈનલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા બાદ 20થી 24 મહિનાની અંદર પૂર્ણ કરવાનો રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલો આ ઓર્ડર કંપનીના રેલવે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જર્મન કંપની સાથે પણ કરાર Texmaco Railએ ગયા અઠવાડિયે જ જર્મનીની Bochumer Verein Verkehrstechnik GmbH (BVV) સાથે પણ એક મહત્વપૂર્ણ કરાર કર્યો હતો. બંને કંપનીઓ ભારતમાં રેલવે માટેના વ્હીલસેટ, વ્હીલ, એક્સલ અને અન્ય રેલવે કમ્પોનન્ટ્સના ઉત્પાદન માટે સંયુક્ત સાહસ એટલે કે Joint Ventureની સંભાવનાઓ તપાસી રહી છે. આ ભાગીદારીથી ભારતમાં રેલવે કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવાની સાથે કંપનીને લાંબા ગાળે નવા બિઝનેસની તકો મળી શકે છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં નફો 67% વધ્યો કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામો પણ મિશ્ર રહ્યા હતા. કંપનીનો નેટ પ્રોફિટ 66.8% વધીને ₹50 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો ₹30 કરોડ હતો. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. રેવન્યુ 16.9% ઘટીને ₹757 કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષે ₹911 કરોડ હતું. કંપનીનું EBITDA પણ 19.6% ઘટીને ₹57 કરોડ થયું હતું, જ્યારે ગયા વર્ષે તે ₹71 કરોડ હતું. જોકે, EBITDA માર્જિન 8% પર સ્થિર રહ્યું હતું. શેરનું કેવું રહ્યું પ્રદર્શન? મંગળવારે Texmaco Railનો શેર 7.3% વધીને ઈન્ટ્રાડે ₹116.90 સુધી પહોંચ્યો હતો. જોકે, બાદમાં તેજી થોડી ઓછી થઈ અને શેર 4.27%ના વધારા સાથે ₹113.60 પર બંધ થયો હતો. તેમ છતાં, 2026માં અત્યાર સુધી કંપનીના શેરમાં આશરે 18%નો ઘટાડો નોંધાયો છે. આ પણ વાંચો : Car Insurance: ડ્રાઇવિંગ લાઇસન્સમાં ખામી કહી ક્લેમ નકાર્યો, હવે વીમા કંપનીને ₹4.5 લાખ ચૂકવવાનો આદેશ ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan