top
વસ્ત્રાલમાં મિલકતના ઝઘડામાં BSF જવાનનું ફાયરિંગ:પિતરાઈ ભાઈ વચ્ચે ચાલતી માથાકૂટ લોહિયાળ બની, જાંધમાં ગોળી વાગતા એક્સ આર્મીમેનને સારવાર માટે ખસેડાયો
વસ્ત્રાલમાં તક્ષશીલા ચાર રસ્તા પાસે મકાનની વહેંચણીના વિવાદ માટે રિટાયર્ડ આર્મીમેન, તેનો બીએસએફમાં ફરજ બજાવતો ભાઈ અને અન્ય એક ભાઈ સમાધાન માટે ભેગા થયા હતા. જ્યાં ત્રણેય વચ્ચે ઝઘડો થતા બીએસએફ જવાને હથિયાર કાઢીને પિતરાઈભાઈની જાંઘમાં ગોળી મારી દીધી હતી. ઘટનાને લઈને જેસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પોહચ્યો હતો અને બે આરોપીની અટકાયત કરી લીધી છે. આ અંગે રામોલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પિતરાઈ ભાઈ સાથે ચાલતો મિલકતનો ઝઘડો લોહિયાળ બન્યો તક્ષશિલા ક્રોસ રોડ પાસે બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ મકાનના આંતરિક વિવાદમાં સમાધાન કરવા ભેગા થયેલા ભાઈઓ વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી. જેમાં સીમા સુરક્ષા દળ (BSF)માં ફરજ બજાવતા પ્રમોદ રામ પ્રસાદ શિવ દયાલ પ્રજાપતિ (ઉં.વ. 46)એ ઉશ્કેરાઈને પોતાના રિટાયર્ડ આર્મી જવાન પિતરાઈ ભાઈ રાજેશભાઈ હરિશંકરભાઈ પ્રજાપતિ (ઉં.વ. 54) પર ફાયરિંગ કર્યું હતું. ગોળી રાજેશભાઈની જાંઘના ભાગે વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી, ફાયરિંગ કરનાર આરોપીને હથિયાર સાથે તેમજ બેઠકમાં હાજર અન્ય લોકોને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar