Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બસ સ્ટેશને પાન-મસાલાની પિચકારી મારતા પહેલાં સાવધાન:જાહેર સ્થળે ગંદકી અને ધૂમ્રપાન કરનારા 489 મુસાફરો પાસેથી દંડ વસૂલાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 1, 2026 👁 5 views
બસ સ્ટેશને પાન-મસાલાની પિચકારી મારતા પહેલાં સાવધાન:જાહેર સ્થળે ગંદકી અને ધૂમ્રપાન કરનારા 489 મુસાફરો પાસેથી દંડ વસૂલાયો
ભાવનગર ડિવિઝનના 8 ડેપોમાં દંડનાત્મક ઝુંબેશ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતા ને સારી સુવિધા આપવા માટે બસ સ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે “સ્વચ્છતા હી સેવા” અને “સ્વચ્છતા હી પરમો ધર્મ” ઉદેશ્ય ને સાચા અર્થ મા સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે અને નિગમ પરિસર મા જયાં ત્યાં પાન મસાલાની પીચકારી ન મારવી બસ કે બસ સ્ટેશનમા ગંદકી ન ફેલાવવા અનુરોધ પણ કરવામા આવે છે તેમ છતાં કેટલાક તત્વો આ બાબતને નજર અંદાજ કરી રહયા હોય તેવું જોવા મળેલ આવા તત્વો સામે એસ.ટી. પ્રસાશન દ્વારા સરકારના તમાકુ નિયંત્રણ અધિનિયમ અનવયે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવા ઝુંબેશ ચલાવવામા આવેલ છે. જેમા માહે-ઓગસ્ટ-2026 દરમિયાન ભાવનગર વિભાગના અલગ અલગ ડેપો ખાતે આવી કાર્યવાહી જેમા અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ જેવા કે જાહેર સ્થળો એ ધુમ્રપાન કરવું, સીધી કે આડકતરી રીતે અધિનિયમ-2003 ના ભંગ બાબતે કુલ 489 ઈસમો પાસેથી દંડ પેટે રૂા.4980 ની રકમ વસુલવામા આવેલ હતી., જેમાં ભાવનગર ડેપોમાં કેઈસની સંખ્યા 63 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.720, તળાજા ડેપો કેઈસની સંખ્યા 58 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.580, મહુવા ડેપો કેઈસની સંખ્યા 62 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.620, પાલીતાણા ડેપો કેઈસની સંખ્યા 62 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.620, ગારીયાધાર ડેપો કેઈસની સંખ્યા 58 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.580, બરવાળા ડેપો કેઈસની સંખ્યા 62 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.620, બોટાદ ડેપો કેઈસની સંખ્યા 62 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.620, ગઢડા ડેપો કેઈસની સંખ્યા 62 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.620 આમ, કુલ 489 કેઈસ દ્વારા રૂ.4980 દંડ પેટે લેવામાં આવ્યા હતા. આ તકે એસ. ટી. પ્રશાસન દ્વારા મુસાફર જનતાને પુન; વિનંતી કરવામા આવે છે કે આવી દંડનાત્મક કાર્યવાહીથી બચવા મુસાફર જનતા જાતે જ સ્વચ્છતા જાળવે અને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા સમજાવે જેમ કે બસ કે બસ સ્ટેશન પરિસરમા ધુમ્રપાન ન કરવુ, પાન મસાલાની પીચકારી ન મારવી, અને જયાં ત્યાં કચરો ન ફેકી ડસ્ટબીન જ મા નાખવો જેથી નિગમના દરેક મુસાફરોને સ્વચ્છ અને આરોગ્ય પ્રદ વાતાવરણ મળી રહે તે માટે એસ ટી વિભાગના વિભાગીય નિયામકે અનુરોધ કર્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan