Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી

📰 Abp News 🕐 1 min read 📅 September 11, 2026 👁 1 views
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી

BRICS બિઝનેસ ફોરમને સંબોધતા PM મોદીએ કહ્યું કે, આ વર્ષે આપણે BRICSની 20મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. 2006માં જ્યારે આ જૂથની શરૂઆત થઈ હતી ત્યારે તેમાં માત્ર ચાર દેશો હતા. આજે BRICS અને BRICS પાર્ટનર્સ મળીને 21 દેશોનો પરિવાર બની ગયા છે.

PM મોદીએ કહ્યું કે, આજે BRICSના દેશો વિશ્વની 50 ટકા વસ્તી, 40 ટકા GDP અને 25 ટકાથી વધુ વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. એટલું જ નહીં, આ વર્ષોમાં જ્યાં વૈશ્વિક GDP લગભગ 1.5 ગણો વધ્યો છે, ત્યાં BRICS દેશોની સંયુક્ત GDP લગભગ 4.5 ગણી વધી છે. એટલે કે BRICSની આર્થિક શક્તિ વિશ્વની સરખામણીમાં લગભગ બમણી ઝડપે વધી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે BRICS દેશો વૈશ્વિક ઈનોવેશન અને સોલ્યુશન્સના મહત્વપૂર્ણ કેન્દ્રો બની રહ્યા છે. ગ્રાસરૂટથી લઈને ફ્રન્ટિયર ટેક્નોલોજી સુધી આપણા દેશોમાં ઈનોવેશનની નવી સંભાવનાઓ આકાર લઈ રહી છે. BRICSનું વધતું કદ, ઝડપ અને આશાવાદ આપણી વચ્ચે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ભારતમાં આયોજિત આ ફોરમ અત્યાર સુધીનું સૌથી મોટું BRICS બિઝનેસ ફોરમ છે.

ભારત નેવિગેશનની આઝાદી અને દરિયાઈ સુરક્ષાનું મજબૂત સમર્થક: PM મોદી

PM મોદીએ કહ્યું કે, વૈશ્વિક વેપાર ત્યારે જ આગળ વધી શકે જ્યારે દરિયાઈ માર્ગો સુરક્ષિત હોય, સપ્લાય રૂટ ખુલ્લા હોય અને દરિયાઈ મુસાફરો સુરક્ષિત હોય. તેથી ભારત નેવિગેશનની આઝાદી અને દરિયાઈ મુસાફરોની સુરક્ષાનું મજબૂત સમર્થક છે. BRICS વિમેન વિંગ્સ બિઝનેસ એલાયન્સ પણ આપણા વિઝનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અમે ઈચ્છીએ છીએ કે મહિલા ઉદ્યોગસાહસિકો વિકાસની યાત્રાનું નેતૃત્વ કરે.

ઈનોવેશન, સહયોગ અને સ્થિરતા માટે નિર્માણ: PM મોદી

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતની BRICS અધ્યક્ષતાની થીમ છે—સ્થિતિસ્થાપકતા, ઈનોવેશન, સહયોગ અને સ્થિરતા માટે નિર્માણ. છેલ્લા 12 વર્ષમાં ભારતે આ મંત્રને પોતાની આર્થિક અને વેપાર નીતિઓનો આધાર બનાવ્યો છે.

સ્થિતિસ્થાપકતાની વાત કરીએ તો ભારતે એનર્જીથી લઈને ટેક્નોલોજી સુધીની સપ્લાય ચેનને વધુ વૈવિધ્યસભર અને વિશ્વસનીય બનાવી છે. તેનું પરિણામ એ છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારત આજે વિકાસ અને સ્થિરતાનો વિશ્વાસ આપી રહ્યું છે.

તેમણે કહ્યું કે આજે જ્યારે દુનિયામાં વેપાર અવરોધો વધી રહ્યા છે, ત્યારે ભારત આર્થિક પુલ બનાવી રહ્યું છે. 2014 બાદથી અમે દુનિયાના લગભગ 40 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. BRICSમાં પણ અમારો અભિગમ એવો જ છે કે અવરોધો ઘટાડવા અને વેપાર માટેની તકો વધારવી

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan