top
બોટાદમાં મનોદિવ્યાંગ તાલીમાર્થીઓએ બનાવેલી રાખડીઓનું વેચાણ શરૂ:આ વર્ષે ઓનલાઈન ઓર્ડર દ્વારા પણ ખરીદી કરી શકાશે
બોટાદમાં આવેલા 'આસ્થા સ્નેહનું ઘર' કેન્દ્રના મનોદિવ્યાંગ તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ રાખડીઓ તાલીમાર્થીઓના નવીન વિચારોનું પ્રતિક છે. આ સંસ્થા મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ, જીવન જરૂરી કૌશલ્ય અને વોકેશનલ તાલીમ પૂરી પાડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોએ ઉત્સાહભેર રંગબેરંગી અને આકર્ષક રાખડીઓ બનાવી છે. આ રાખડીઓનું વેચાણ 'આસ્થા સ્નેહનું ઘર', યોગીનગર, પાળીયાદ રોડ, બોટાદ ખાતે થઈ રહ્યું છે. આગામી દિવસોમાં બોટાદ અને આસપાસની શૈક્ષણિક સંસ્થાઓ તથા સોસાયટીઓમાં પણ રાખડી વેચાણ માટે સ્ટોર ગોઠવવામાં આવશે. સ્થાનિક લોકો તેમના વિસ્તારમાં સ્ટોર ગોઠવવા માટે સંસ્થાનો સંપર્ક કરી શકે છે. આ વર્ષે રાખડીઓની ખરીદી ઓનલાઈન પણ કરી શકાશે. ઓનલાઈન ખરીદી માટે સંસ્થાના હેલ્પલાઈન નંબર ૭૬૦૦૦૯૯૦૯૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.
Read full article on Divya Bhaskar