crime
બોટાદ LCB એ દૂધ ડેરી પર દરોડા પાડ્યા:શંકાસ્પદ પાવડર સીઝ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધના નમૂના લીધા
બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર આવેલી એક દૂધ ડેરીમાં LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દૂધમાં ભેળસેળ થતી હોવાની બાતમીના આધારે પોલીસે વહેલી સવારથી તપાસ શરૂ કરી હતી. LCB પોલીસે ડેરીમાં તપાસ કરતાં શંકાસ્પદ પાવડરનો જથ્થો અને શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું. આ અંગે LCB દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવતા, તેમની ટીમ તાત્કાલિક બોટાદ પહોંચી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધના નમૂના લીધા હતા. LCB પીઆઈ પાવરાએ જણાવ્યું હતું કે, પોલીસે શંકાસ્પદ પાવડરનો જથ્થો સીઝ કર્યો છે. દૂધમાં ભેળસેળ થઈ છે કે કેમ, તે રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.
Read full article on Divya Bhaskar