Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Botad: કથિત 1 કરોડના તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ, ભાજપ નેતાએ આંગડિયાથી 60 લાખ લીધાનો ઉમેશ મકવાણાનો દાવો

📰 Sandesh 🕐 1 min read 📅 September 7, 2026 👁 1 views
Botad: કથિત 1 કરોડના તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ, ભાજપ નેતાએ આંગડિયાથી 60 લાખ લીધાનો ઉમેશ મકવાણાનો દાવો
બોટાદ જિલ્લાના કાનીયાડ ગામના કોળી સમાજના યુવાનો સાથે પોલીસ અને રાજકીય નેતાઓની મિલીભગતથી કરોડો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ સનસનાટીભર્યા આરોપ લગાવતા જણાવ્યું છે કે, પોલીસ દ્વારા કલ્પેશભાઈ મીઠાપરા સહિત ત્રણ યુવાનોને ગેરકાયદે ઉઠાવી જઈને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ આ યુવાનો પાસેથી 1 કરોડથી વધુની ખંડણી વસૂલવા દબાણ કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપના એક કદાવર નેતાની સંડોવણી હોવાનો અને આંગડિયા મારફતે 60 લાખ રૂપિયા મેળવી લેવાયા હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિત યુવાનોને ન્યાય અપાવવા માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક મહત્ત્વની બેઠકનું આહવાન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સમાજના રાજકીય-સામાજિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી આગળની રણનીતિ નક્કી કરશે. ધારાસભ્ય અને સમાજની મુખ્ય માંગણીઓ સમગ્ર ઘટનાની તટસ્થ, નિષ્પક્ષ અને તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે. જો ભાજપના હોદ્દેદારની સંડોવણી સાબિત થાય તો તેમને ત્વરિત હોદ્દા પરથી દૂર કરવામાં આવે. તોડ કાંડમાં સામેલ પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ સામે કડક ગુનાહિત કાર્યવાહી થાય.સમગ્ર વિગત સાથે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આ પણ વાંચો: Ahmedabad: થલતેજ મેટ્રો સ્ટેશન નીચે ડમ્પરે 12 વર્ષની બાળકીને કચડી, ઘટનાસ્થળે જ સગીરાએ દમ તોડ્યો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan