top
ઇન્ડિગો ફ્લાઇટમાં ટીશ્યુ પેપર પર 'BOMB'ની ધમકી, અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ:તમામ મુસાફરોના હેન્ડ રાઈટીંગ સેમ્પલ લેવાયા, 10 દિવસમાં બીજીવાર દમામની ફ્લાઇટને ધમકી
ફરી એકવાર લખનઉથી દમામ જતી ફ્લાઇટ નંબર 6E-097માં બોમ્બ હોવાનું લખાણ મળી આવ્યું છે. ઈન્ડિગોની ફ્લાઈટ લખનૌથી તમામ જઈ રહી હતી, જેમાં ટિસ્યુ પર બોમ્બ લખેલું લખાણ મળી આવ્યું છે, જેથી અમદાવાદ એરપોર્ટ પર ઇમર્જન્સીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઈટમાં હાજર તમામ મુસાફરો સેફ આ ફ્લાઈટમાં 120થી વધુ પેસેન્જર હાજર હતા.એરપોર્ટની સિક્યુરિટી એજન્સી, ફાયરની ટીમ, બોમ્બ સ્કોડ સહિત અલગ-અલગ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ફ્લાઈટમાંથી નીચે ઉતારવામાં આવ્યા છે. પેસેન્જરના ટિશ્યૂ પેપર પર રાઈટિંગ સેમ્પલ લેવાયા એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ ફ્લાઈટ લખનઉથી દમામ જઈ રહી હતી. જેને સાંજે 5:55 pm વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. જેમાં ક્રૂ મેમ્બર સહિત 133 લોકો હતા. ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કયા કારણોસર કરવામાં આવ્યું તેના વિશે હજી કોઈ ચોક્કસ કારણ મળી આવ્યું નથી. તમામ મુસાફરો પાસેથી ટિશ્યૂ પેપર પર લખાવી અક્ષરના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો: આજે બપોરે વિધાનસભા, ગાંધીનગર કોર્ટ, અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી ગુજરાત વિધાનસભા, ગાંધીનગર કોર્ટ અને અમદાવાદમાં સ્કૂલોને આજે 10 સપ્ટેમ્બરે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. 'ગુજરાત બોલશે ખાલિસ્તાન ઝિંદાબાલ' લખીને બપોરે 1 વાગ્યાને 11 મિનિટે સ્કૂલમાં અને 2 વાગ્યાને 11 મિનિટે કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો આ ધમકીભર્યો મેઈલ કરવામાં આવ્યો હતો. (આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો) આ પણ વાંચો: 10 દિવસ પહેલા પણ આ પ્રકારની જ ધમકી મળી હતી સાઉદી અરેબિયાના દમામથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સફેદ કલરના ટીશ્યુ પેપર પર કાળી પેનથી 'BOMB DEAD 4:30' લખેલું મળી આવતા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. (આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો)
Read full article on Divya Bhaskar