Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભુજમાં100 સફાઈ કર્મી બહેનોએ સાંસદને રાખડી બાંધી:વિનોદ ચાવડાના કાર્યાલયમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 28, 2026 👁 3 views
ભુજમાં100 સફાઈ કર્મી બહેનોએ સાંસદને રાખડી બાંધી:વિનોદ ચાવડાના કાર્યાલયમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી
ભુજમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરની આશરે ૧૦૦ જેટલી સફાઈ કર્મી બહેનોએ કચ્છ-મોરબી લોકસભા બેઠકના સાંસદ વિનોદ ચાવડાના કાંડા પર રક્ષાસૂત્ર બાંધી ભાઈ-બહેનના સ્નેહ સંબંધને ઉજાગર કર્યો હતો.આ પ્રસંગ સાંસદ વિનોદ ચાવડાના ભુજ સ્થિત કાર્યાલય ખાતે યોજાયો હતો. એક પછી એક સફાઈ કર્મી બહેનોએ સાંસદને રાખડી બાંધતા સમગ્ર કાર્યાલયનું વાતાવરણ લાગણીસભર અને આત્મીય બની ગયું હતું. આ ઉજવણી માત્ર ઔપચારિક કાર્યક્રમ નહોતી, પરંતુ સમાજના વિવિધ વર્ગો વચ્ચેના સ્નેહ અને આત્મીયતાનો સંદેશ આપતી હતી. શહેરને સ્વચ્છ રાખવામાં સતત કાર્યરત રહેતી આ બહેનો માટે પણ આ પ્રસંગ વિશેષ મહત્વ ધરાવતો હતો.રક્ષાસૂત્ર બંધાવ્યા બાદ સાંસદ વિનોદ ચાવડાએ ઉપસ્થિત તમામ બહેનો પ્રત્યે આદર અને સ્નેહ વ્યક્ત કર્યો હતો. તેમણે સફાઈ કર્મી બહેનોને ભેટ પણ અર્પણ કરી હતી, જેનાથી બહેનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. રક્ષાબંધનના આ પવિત્ર પર્વને સામાજિક જોડાણ અને સન્માન સાથે ઉજવવાનો આ પ્રયાસ ભુજમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. બહેનો દ્વારા બાંધવામાં આવેલું રક્ષાસૂત્ર ભાઈ-બહેનના સંબંધની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અને પરસ્પર સન્માનની ભાવનાનું પણ પ્રતીક બન્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan