Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભુજમાં હત્યાની કોશિશનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો:LCBએ 22 વર્ષીય આરોપી શિવમ સોલંકીને ઝડપી પાડ્યો, પોલીસ સ્ટેશનને સોંપાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 2 views
ભુજમાં હત્યાની કોશિશનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો:LCBએ 22 વર્ષીય આરોપી શિવમ સોલંકીને ઝડપી પાડ્યો, પોલીસ સ્ટેશનને સોંપાયો
ભુજ શહેરમાં હત્યાની કોશિશના ગુનામાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીને પકડી પાડ્યો છે. આ ઝડપી કામગીરીને કારણે ગુનામાં સામેલ આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી. મળતી માહિતી મુજબ, ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 સપ્ટેમ્બર, 2026ના રોજ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 109(1), 296(બી), 351(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પોલીસ અધિકારીઓને આરોપીને તાત્કાલિક પકડવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ, પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવના નેતૃત્વ હેઠળ LCBની ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી. પોલીસ કર્મચારીઓ જુદી જુદી દિશામાં તપાસ કરી રહ્યા હતા ત્યારે સ્ટાફના સુનિલભાઈ પરમાર અને હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી. પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભુજના હરસિધ્ધીનગર, રઘુવંશી ચોકડી નજીક રહેતા 22 વર્ષીય શિવમ ભાવેશભાઈ સોલંકીને પકડી પાડ્યો. આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan