Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
business

ભરૂચ નગરપાલિકાની સભામાં 24 એજન્ડાને મંજૂરી:દિવાળી પહેલાં શાસક-વિપક્ષ વચ્ચે બોલાચાલી; સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને 14મા નાણાપંચની ગ્રાન્ટ પર સવાલો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
ભરૂચ નગરપાલિકાની સભામાં 24 એજન્ડાને મંજૂરી:દિવાળી પહેલાં શાસક-વિપક્ષ વચ્ચે બોલાચાલી; સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને 14મા નાણાપંચની ગ્રાન્ટ પર સવાલો
ભરૂચ નગરપાલિકાની દિવાળી પહેલાંની સામાન્ય સભા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. બેઠકમાં 24 એજન્ડા પર ચર્ચા બાદ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં રાષ્ટ્રગીત, અગાઉની સભાની મિનિટ્સ અને ત્રિમાસિક હિસાબના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પાલિકા વિસ્તારના વિકાસ અને જનસુવિધા સંબંધિત એજન્ડા પર ચર્ચા થઈ હતી. પૂર્વ વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. તેમણે 14મા નાણાપંચની ગ્રાન્ટ અને અગાઉની ટર્મમાં રચાયેલી તપાસ સમિતિની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. શહેરની પીળી પડી ગયેલી સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્નો પણ તેમણે રજૂ કર્યા હતા. આ મુદ્દાઓ પર તેમણે શાસક પક્ષને સવાલ કર્યા હતા. નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ કહ્યું કે સભામાં રજૂ કરાયેલા તમામ 24 એજન્ડાને બહુમતીના સમર્થનથી મંજૂરી મળી છે. તેમણે દિવાળી પહેલાં શહેરમાં રોડ પેચવર્ક અને સ્ટ્રીટ લાઇટ સહિતનાં જનહિતનાં કામો હાથ ધરવાની વાત કરી હતી. વસાવાએ એવો પણ દાવો કર્યો હતો કે વિપક્ષે કલમ 256 હેઠળ કરેલી કાર્યવાહી અંગે ઠપકો મળ્યો છે. રાષ્ટ્રગીત અને વહીવટી મુદ્દાઓ પર બોલાચાલી તથા આક્ષેપો વચ્ચે સભા અંતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan