top
ભીલાડ સરકારી કોલેજમાં વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળા યોજાઈ:ગુજરાતી અધ્યાપક સંઘ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી સરકારી કૉલેજ, ભિલાડ ખાતે ગુજરાતી અધ્યાપક સંઘ દ્વારા વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાળાનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક ક્ષેત્રે જ્ઞાનનો પ્રસાર કરવાનો હતો. આ કાર્યક્રમમાં ડૉ. આશા ગોહિલે ગુજરાતી અધ્યાપક સંઘની વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળાના ઉદ્દેશ્ય અને શૈક્ષણિક ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે વીનેશ અંતાણીની નવલકથા 'પ્રિયજન'ના સંદર્ભે વિદ્યાર્થીઓને રસ પડે તેવું વક્તવ્ય આપ્યું. ડૉ. ધનસુખભાઈ પટેલે ઝવેરચંદ મેઘાણીની કૃતિ 'માણસાઈના દીવા' પર વક્તવ્ય રજૂ કર્યું. હિન્દી વિષયના ડૉ. નીલમ સેને આ વ્યાખ્યાનમાળાના સંયોજક તરીકે ઉત્કૃષ્ટ આયોજન અને સંકલન કર્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વક્તવ્યો યોજાઈ શક્યા. કાર્યક્રમનું સંચાલન શ્રી રિંકલ પટેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. અમિત ગાયકવાડે કરી હતી.
Read full article on Divya Bhaskar