Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

Bhavnagar મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.5.70 કરોડના વિકાસકામોને લીલી ઝંડી

📰 Sandesh 🕐 1 min read 📅 September 11, 2026 👁 1 views
Bhavnagar મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.5.70 કરોડના વિકાસકામોને લીલી ઝંડી
ભાવનગર મહાનગરપાલિકા (મનપા) ની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓ વધારવાના હેતુથી વિવિધ વિભાગોના મળીને કુલ રૂપિયા 5 કરોડ 70 લાખના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને શહેરની સ્વચ્છતા અને કચરા નિકાલની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અંતર્ગત રૂપિયા 1.71 કરોડના આધુનિક મશીનો ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. દ્વારા લેવામાં આવ્યો આ વિશેષ નિર્ણય બાળકોના ઉત્તમ શૈક્ષણિક અને શારીરિક વિકાસ માટે મનપા દ્વારા વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તાર તેમજ ઇન્દિરા નગરમાં અધ્યતન સુવિધાઓથી સજ્જ સ્માર્ટ આંગણવાડીઓ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ સ્માર્ટ આંગણવાડીઓ બનવાથી સ્થાનિક ભૂલકાંઓને રમત-ગમત સાથે આધુનિક પ્રાથમિક શિક્ષણનો લાભ મળશે. 8 ફોરલેન માર્ગો પર નંખાશે સ્ટ્રીટ લાઈટો રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બેઠકમાં શહેરના મુખ્ય માર્ગોને પ્રકાશિત કરવાનો મોટો નિર્ણય લેવાયો હતો. ભાવનગર શહેરને જોડતા 8 જેટલા મુખ્ય ફોરલેન રોડ ઉપર નવી આધુનિક સ્ટ્રીટ લાઈટો નાખવાના કામને લીલી ઝંડી આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરના પ્રવેશદ્વાર સમાન રસ્તાઓ વધુ સુરક્ષિત બનશે અને રાત્રિ દરમિયાન અકસ્માતોનું પ્રમાણ ઘટશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan