business
Bharuch News: જંબુસર અને દહેજ વચ્ચે ઢાઢર નદી પર 66 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું લોકાર્પણ કરાયું
ભરૂચ જિલ્લાના જંબુસર બલ્ક ડ્રગ પાર્ક અને ઔદ્યોગિક ક્ષેત્ર દહેજને જોડતા નવસર્જિત બ્રિજનું ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આમોદ, જંબુસર તેમજ વાગરા તાલુકાના અનેક ગામોને સાંકળતા આ મહત્વપૂર્ણ બ્રિજથી સમગ્ર વિસ્તારની વાહનવ્યવહાર સુવિધામાં અનેકગણો સુધારો થશે. જંબુસર તાલુકાના ડોલિયા અને આમોદ તાલુકાના દેણવા ગામ વચ્ચે નિર્માણ પામેલા આ બ્રિજના કારણે આસપાસના ગ્રામજનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 66 કરોડના ખર્ચે 720 મીટર લાંબા બ્રિજનું નિર્માણ આ બ્રિજનું નિર્માણ કુલ રૂ. 66 કરોડના અંદાજિત ખર્ચે કરવામાં આવ્યું છે. આ બ્રિજ 720 meter લાંબો અને 11 મીટર પહોળો છે, જે બે મહત્વના તાલુકાઓને સીધી રીતે સાંકળે છે. આ બ્રિજ કાર્યરત થવાથી જંબુસરથી દહેજ તરફ જતાં વાહનચાલકોને અંદાજે 35 કિલોમીટરનો મોટો ફેરવો બચશે. જેનાથી મુસાફરોના સમય અને ઈંધણ ખર્ચ બંનેમાં નોંધપાત્ર રાહત મળશે. રોજગારીની નવી તકો અને ઔદ્યોગિક વિકાસને વેગ દહેજ ઔદ્યોગિક વસાહત સાથે જંબુસર તાલુકો હવે સીધો સંપર્કમાં આવી જતાં સ્થાનિક યુવાનો અને રોજગાર અર્થે જતા કામદારોને મોટો ફાયદો થશે. જંબુસરથી દહેજ નોકરી અને ધંધા અર્થે દૈનિક અપ-ડાઉન કરતા હજારો શ્રમિકો માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે. આ કનેક્ટિવિટી વધવાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે અને સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને વેગ મળશે. હાલ પૂરતો માત્ર ટુ-વ્હીલર અને લાઈટ ફોર-વ્હીલર માટે જ બ્રિજ ખુલ્લો નદીના પ્રવાહમાં સમય સાથે વહેણમાં ફેરફાર થવાના કારણે દેણવા તરફના એપ્રોચ રોડનું ધોવાણ થયું હતું. આથી બ્રિજના પ્રોટેક્શનનું વધારાનું કામ હજુ પ્રગતિ હેઠળ છે અને ચોમાસા પછી આ પ્રોટેક્શન વર્ક પુનઃ શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી નાગરિકોની સુવિધાને ધ્યાને રાખીને હાલ પૂરતો આ બ્રિજ માત્ર ટુ-વ્હીલર અને લાઈટ ફોર-વ્હીલર (હળવા ચાર પૈડાંવાળા વાહનો) માટે જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પણ વાંચો - Bharuchના ઝઘડિયામાં હોટલોમાં સપ્રાઇઝ ચેકિંગ: ગંદકી બદલ ક્લોઝર નોટિસ ફટકારાઈ
Read full article on Sandesh