business
ભાવનગરવાસીઓ માટે ખુશખબર:કાળિયાબીડ વિસ્તારમાં 19 નવી ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી ના હસ્તે લીલી ઝંડી અર્પી
શહેરના કાળિયાભીડ વિસ્તારમાં આવેલા લીલા સર્કલ પાસે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા તેમજ ભાવનગરના મેયર ઉષાબેન તળજા, પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાના વરદ હસ્તે આજે વધુ 19 ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે., શહેરના બાકી રૂટો પર બસો ફરશે.. કેન્દ્ર સરકારની ઇ-બસ યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાને કુલ 100 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે, જેના અંતિમ તબક્કાની આ 19 બસો શરૂ થવાથી હવે શહેરના બાકી રહેલા રૂટો પર પણ સિટી બસની સેવાઓ સુચારુરૂપે કાર્યરત થશે., વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'પ્રકૃતિ સાથે વિકાસ' વિઝનને સાકાર કરતી આ ઇલેક્ટ્રિક બસોથી સામાન્ય નાગરિકોનો મુસાફરી ખર્ચ ઘટશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નાગરિકો અને મંદિરે દર્શને જતાં શ્રદ્ધાળુઓને સરળતા રહે તે માટે મનપા દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે, સામાન્ય નાગરિકો માટે 300 રૂપિયાનો માસિક પાસ અને દિવ્યાંગ નાગરિકો માટે 100 રૂપિયાનો પાસ કાઢવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, એસી સુવિધાથી સજ્જ આ આધુનિક બસોમાં પદાધિકારીઓ અને નગરસેવકોએ જાતે મુસાફરી કરીને અનુભવ મેળવ્યો હતો. તેમજ વર્કશોપની મુલાકાત લઈ બસોના ચાર્જિંગ અને મેન્ટેનન્સ સિસ્ટમની સમીક્ષા કરવામાં આવી હતી. આ લોકાર્પણ પ્રસંગે ડેપ્યુટી મેયર અશોકભાઈ, દંડક રિન્કુબેન, નેતા લાલભા તેમજ મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ, કાઉન્સિલરો અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી બસો શરૂ થવાથી ભાવનગર શહેર અને આસપાસના શહેરી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે...
Read full article on Divya Bhaskar