top
ભારત વિકસીત કેવી રીતે થશે? જી રામ જી યોજના હેઠળ પ્રથમ મહિનામાં ગ્રામીણ રોજગારી 50 ટકા ઘટી
Express Investigation : વીબી જી રામજી યોજના મનરેગાના સ્થાને 1 જુલાઇ 2026થી દેશભરમાં લાગુ કરવામાં આવી છે. સરકારી આંકડા મુજબ 9 ઓગસ્ટ સુધી VB G RAM G યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પરિવારો અને માનવ દિવસોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી છે. નવી ગ્રામીણ રોજગાર યોજના હેઠળ રોજગારી સર્જનમાં પાછલા વર્ષની તુલનામાં જુલાઈમાં 49.94 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે લગભગ 20 વર્ષ જૂની મનરેગા ને બદલવા માટે 1 જુલાઈથી નવી યોજના 'વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)' લાગુ કરી છે. 9, ઓગસ્ટ સુધીના સત્તાવાર ડેટા દર્શાવે છે કે જુલાઈ 2026 માં વીબી જી રામજી (VB-G RAM G) યોજના હેઠળ માત્ર 7.67 કરોડ માનવ દિવસો સર્જિત થયા હતા. જ્યારે જુલાઈ 2025માં મનરેગા યોજના હેઠળ 15.33 કરોડ માનવ દિવસોની રોજગારી પૂરી પાડવામાં આવી હતી. એટલે કે એક વર્ષમાં રોજગારીની તકોમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. માનવ દિવસ શું છે? માનવ દિવસ એટલે વ્યક્તિએ એક દિવસમાં કરેલું કામ. જ્યારે વીબી જી રામજી (VB-G RAM G) ડેશબોર્ડ જુલાઈ મહિનામાં 7.67 કરોડ માનવ દિવસો દર્શાવે છે, ત્યારે ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે, યોજનાના અમલીકરણના પ્રથમ મહિના દરમિયાન આશરે 9 કરોડ માનવ દિવસોનું સર્જન થયું હતું. આ વર્ષે જુલાઈમાં ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ લાભ મેળવનારા પરિવારોની સંખ્યા 51.45 ટકા ઘટીને 68.94 લાખ થઈ ગઈ છે. ગયા વર્ષે આ જ મહિનામાં મનરેગા હેઠળ આંકડો 1.42 કરોડ હતો. ગ્રામીણ રોજગાર યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પરિવારો અને માનવ દિવસોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી છે. વીબી જી રામજી યોજનાનો સરેરાશ લાભ લેનારા પરિવારોની સંખ્યા 0.68 કરોડ છે, જે છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ 1.72 કરોડ પરિવારોની સરખામણીએ 40 ટકાથી પણ ઓછી છે. એ જ રીતે આ જુલાઈના માનવ દિવસ પણ છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ 21.56 કરોડ માનવ દિવસના માત્ર 35 ટકા છે. માર્ચ 2025માં, NREGS હેઠળ 17.56 કરોડ માનવ દિવસોની રોજગારી પૂરી પાડવામાં આવી હતી. માર્ચ 2024માં 17.69 કરોડ માનવ દિવસની તુલનામાં તે 0.70% ઓછું હતું. NREGSમાં રોજગારનો આ દર વર્ષ દર ઘટાડો જૂન 2026 સુધી ચાલુ રહ્યો હતો. જૂન 2026 આ જૂની યોજનાનો છેલ્લો મહિનો હતો. ચોમાસાની અનિયમિત સ્થિતિને ધ્યાનમાં રાખીને જુલાઈમાં ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના હેઠળ રોજગાર નિર્માણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના 741 જિલ્લાઓમાંથી 50 ટકા જિલ્લાઓમાં 1 જૂનથી 3 ઓગસ્ટ દરમિયાન વરસાદની અછત નોંધાઈ છે. આવી સ્થિતિમાં, ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અકુશળ કૃષિ શ્રમિકો માટે વૈકલ્પિક ઉપાય બની જાય છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 31 જુલાઈ 2026ના રોજ ખરીફ પાક હેઠળનો વિસ્તાર 894.22 લાખ હેક્ટર નોંધવામાં આવ્યો હતો. તે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 920.72 લાખ હેક્ટરની સરખામણીએ 26.50% ઓછો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રોજગાર સર્જનમાં ઘટાડાનું એક કારણ ખરીફ વાવેતરની મોસમ દરમિયાન યોજના અટકી જવી હોઇ શકે છે. જો કે, વાવેતરની મોસમમાં વિક્ષેપો વિશે કોઈ ડેટા ઉપલબ્ધ નથી. અધિકારીએ શું કહ્યું? ઈન્ડિયન એક્સપ્રેસના એક ઇમેઇલનો જવાબ આપતા, ગ્રામીણ વિકાસ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, " VB-G RAM G એક્ટ 2025ને દેશના તમામ ગ્રામીણ ક્ષેત્રોમાં 1 જુલાઈ, 2026 થી સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે. મનરેગા થી વીબી જી રામજી સુધીનું સંક્રમણ સરળ, અવરોધરહિત અને ટેક્નોલોજી આધારિત રહ્યું છે. તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમની યોજનાઓને સૂચિત કરી દીધી છે અને સમગ્ર વહીવટી અને ડિજિટલ સિસ્ટમ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ મૂકવામાં આવી છે. ” અધિકારીએ જણાવ્યું હતું કે, "કોઈ પણ વિક્ષેપ વિના તેને અમલમાં મૂકવા માટે, કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે 95,692 કરોડ રૂપિયાનો રેકોર્ડ બજેટ અંદાજ આપ્યો છે, જે કોઈપણ ગ્રામીણ રોજગાર કાર્યક્રમ માટે અત્યાર સુધીનું સૌથી વધુ બજેટ છે." ” અધિકારીએ જણાવ્યું હતું કે, આ અંતર્ગત આ કાર્યક્રમને દેશભરમાં અસરકારક રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે. રોજગાર મેળવવા માંગતા 98%થી વધુ ગ્રામીણ પરિવારોને કામ આપવામાં આવ્યું છે. અમલીકરણના પ્રથમ મહિનામાં લગભગ નવ કરોડ માનવ દિવસો (કામકાજના દિવસો) નું સર્જન થયા છે. તે NMS દ્વારા ફેસ રેકગ્નિશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેમજ વાસ્તવિક કિસ્સાઓમાં નિર્ધારિત નિયમો અનુસાર અપવાદોને હેન્ડલ કરવાની સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રોજગારીની માંગના આધારે, 1.33 કરોડથી વધુ ગ્રામીણ શ્રમિકોને કામ પર મૂકવામાં આવ્યા છે અને 9 લાખથી વધુ સક્રિય કાર્યસ્થળો પર કામ ચાલી રહ્યું છે, જે રોજગારીની પૂરતી તકો પૂરી પાડે છે. ” અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સર્જાયેલા કુલ માનવ દિવસોમાં લગભગ 63% મહિલાઓનું યોગદાન છે, જે એક તૃતીયાંશ ભાગીદારીની કાયદાકીય જરૂરિયાત કરતા ઘણી વધારે છે. VB G RAM G નિયમ 1 જુલાઇ, 2026થી લાગુ અધિકારીએ જણાવ્યું હતું કે વીબી જી રામજી એક્ટના તમામ નિયમો 1 જુલાઈ, 2026 થી અમલમાં આવી ગયા છે. તેમાં પાકોનું વાવેતર અને લણણીના વ્યસ્ત સમયને લગતા નિયમો પણ શામેલ છે. રાજ્યો તેમના સ્થાનિક હવામાન અને ખેતીની સ્થિતિ અનુસાર આ નિયમોનો અમલ કરી રહ્યા છે. સરકાર આ યોજનાની કામગીરી પર સતત નજર રાખી રહી છે. આ માટે અધિકારીઓ ગામડાંઓ અને વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, નિયમિત બેઠકો યોજવામાં આવી રહી છે, ટેક્નોલોજીની મદદથી દેખરેખ રાખવામાં આવી રહી છે અને લોકોના પ્રતિભાવો પણ જોવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો | સરકારી યોજનામાં મોસાળે જમણ અને મા પીરસનાર જેવો ઘાટ, સિલેક્શન કમિટિના સભ્યોની 15 કંપનીને કરોડોની લહાણી વીબી જી રામ જી યોજના હેઠળ ગ્રામીણ પરિવારોને એક નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારીની ગૅરન્ટી આપવામાં આવી છે. મનરેગા હેઠળ આપવામાં આવેલા 100 દિવસ કરતા આ 25 દિવસ વધુ છે. જો કે, પાકોના વાવેતર અને લણણીની સીઝન દરમિયાન કુલ 60 દિવસ માટે રોજગાર અટકાવી શકાય છે. આ દરમિયાન આ યોજના હેઠળ કોઈ કામ આપવામાં આવશે નહીં. ગુજરાતમાં મનરેગા લાભાર્થીઓની સંખ્યા 40 ટકાથી વધુ ઘટી ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ ગ્રામીણ લોકોને પુરતી રોજગારી મળી નથી. સરકારી આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં મનરેગા યોજના માંથી 8.14 લાખ મજૂરોના નામ રદ થયા છે. આમ રોજગારી યોજના માત્ર કાગળ પરની કવાયત બનીને રહી ગઇ છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં મનરેગા યોજના હેઠળ રોજગારી મેળવનાર લોકોની સંખ્યામાં 40 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં મનરેગા હેઠળ વર્ષ 2021-22માં 18,43,784 લોકોને રોજગારી મળી હતી. ત્યારબાદ મનરેગામાં રોજગારી મેળળનાર લોકોની સંખ્યા સતત ઘટી છે. વર્ષ 2022-23માં 16,30,751 લોકોને રોજગારી મળી હતી. ત્યારબાદ વર્ષ 2023-24માં 15,11,597 લોકો; વર્ષ 2024-25માં 13,06,178 લોકોને અને વર્ષ 2025-26માં 10,29,000 લોકોને રોજગારી મળી હતી.
Read full article on The Indian Express