business
Banaskantha News : રાજયમાં બટાકાના ભાવ નહીં મળતાં 800 કરોડનું નુકસાન, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી
ગુજરાતમાં સૌથી ખર્ચાળ અને મોંઘી બટાકાની ખેતી થાય છે. ચાલુ વર્ષે સાતથી આઠ કરોડ કટ્ટાનું ઉત્પાદન થવા પામ્યું છે.જેમાંથી 50% પ્રોસેસિંગ અને 50% બટાકા રાશન એટલે કે ખાવાના ઉપયોગ માટે ઉત્પાદન થયું છે.જોકે આ ચાર કરોડ કટ્ટામાં હાલમાં ખેડૂત અને મૂડીમાં પર કટ્ટા દીઠ 200 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એટલે કે અંદાજિત 800 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતને મૂડીમાં થઈ રહ્યું છે. જોકે હાલમાં બટાકા પ્રતિ કિલો પાંચથી સાત રૂપિયે વેચાઈ રહ્યાં છે. જેમાંથી થતી આવક માત્ર કોલ્ડ સ્ટોરેજના ભાડા, બારદાન અને લેબર ખર્ચ પૂરતી છે. ત્યારે મજૂરી અને બિયારણના પ્રતિ કટ્ટે 200નું નુકસાન હાલ ખેડૂતોને થઈ રહ્યું છે. સહાય માટે બે વખત આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાય માટે બે વખત આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે પરંતુ સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. ખેડૂતોએ આ નુકસાની ભરપાઈ માટે હવે સરકાર પાસે મદદ માંગી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ ભાડામાં કે ટ્રાન્સપોર્ટ ભાડામાં કે પછી એકર દીઠ વાવેતરમાં સહાય નક્કી કરી આપે તેવી આશા વ્યક્ત કરાઈ છે. ખેડૂતોને છેલ્લા ત્રણ ચાર વર્ષથી રાજ્ય સરકારની ચાર ટકા વ્યાજ લોન પણ મળતી નથી જેથી ખેડૂતો વ્યાજ લોન પણ સમયસર આપવાની માગણી કરી રહ્યા છે.રાજ્ય સરકાર ખેડૂતોને મદદરૂપ નહીં થાય તો ખેડૂતો દેવાના ડુંગરા નીચે દબાઈ જશે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અંદાજિત 700થી 800 કરોડ રૂપિયાનું નુકસાન ડીસાના જાણીતા વેપારી ફૂલચંદભાઈ કચ્છવા એ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યુપી અને બંગાળમાં ઓવર પ્રોડક્શન થવાના કારણે બટાકાની માંગ ઘટી છે. જેના કારણે ભાવ દિન પ્રતિદિન ગગડી રહ્યા છે. જોકે ગુજરાતમાં ચાલુ વર્ષે ચાર કરોડ કટ્ટા રાશન માટેના ઉત્પાદન થયા હતા જેમાં પ્રતિ કટ્ટા દીઠ હાલ ખેડૂતને રૂપિયા 200નું નુકસાન થઈ રહ્યું છે અને જે પ્રમાણે અંદાજિત 700થી 800 કરોડ રૂપિયાનું નુકસાન છે. સરકાર ખેડૂતોની સહાય માટે ત્રણ ઓપ્શન આપી શકે છે જેમાં કોલ્ડ સ્ટોરેજ ભાડામાં સહાય, ટ્રાન્સપોર્ટ ખર્ચમાં સહાય કે પછી બટાકાના વાવેતરમાં એકર દીઠ સહાય નક્કી કરીને મદદ રૂપ થઈ શકે તેમ છે. સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જરૂરી છે. આ પણ વાંચોઃ Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી
Read full article on Sandesh