Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Banaskantha : બનાસકાંઠા કોંગ્રેસમાં ઉકળતો ચરુ!, જિલ્લા પ્રમુખે જાહેર કરેલી ટીમ પ્રદેશ કોંગ્રેસે રદ કરતા ખળભળાટ

📰 Sandesh 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
Banaskantha : બનાસકાંઠા કોંગ્રેસમાં ઉકળતો ચરુ!, જિલ્લા પ્રમુખે જાહેર કરેલી ટીમ પ્રદેશ કોંગ્રેસે રદ કરતા ખળભળાટ
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જાહેર કરેલી નવી ટીમને પ્રદેશ કોંગ્રેસે રદ્દ કરી દેતાં સંગઠનમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનાને પગલે પ્રદેશ કોંગ્રેસ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વચ્ચે મતભેદો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બે દિવસમાં જ ટીમ જાહેર અને રદ્દ બે દિવસ પહેલાં ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા મારફતે પોતાની ટીમની જાહેરાત કરી હતી. જોકે આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ યાદીને સત્તાવાર રીતે રદ્દ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે મંજૂરી વિના ટીમ જાહેર કરવામાં આવી હોવાથી સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલી યાદી રદ્દ ગણવામાં આવે છે. મંજૂરી વિના જાહેરાતથી વિવાદ પ્રદેશ કોંગ્રેસના નિર્ણય બાદ બનાસકાંઠા કોંગ્રેસના નેતાઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. સંગઠનની નવી ટીમની જાહેરાત પહેલાં પ્રદેશની મંજૂરી લેવી જરૂરી હોવા છતાં આ પ્રક્રિયા અનુસરાઈ નહીં હોવાનો પ્રદેશ કોંગ્રેસનો દાવો છે. આ મુદ્દે જિલ્લા સંગઠનમાં નેતાઓ વચ્ચે ચર્ચા અને બેઠકોનો દોર શરૂ થયો છે. હવે આગળ શું? પ્રદેશ કોંગ્રેસના આ નિર્ણય બાદ ગુલાબસિંહ રાજપૂતની આગેવાની હેઠળની જિલ્લા ટીમનું શું થશે અને નવી ટીમ ક્યારે જાહેર થશે તે અંગે સવાલો ઊભા થયા છે. આંતરિક વિખવાદ વચ્ચે કોંગ્રેસ સંગઠન આ મુદ્દાનો ઉકેલ કેવી રીતે લાવે છે તેના પર સૌની નજર છે. આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan