Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બાળકી પર બળાત્કારની કોશિશ કરનારને 10 વર્ષની સખત કેદ:ઇડર પોક્સો કોર્ટે 31 હજારનો દંડ ફટકાર્યો, પીડિતાને 1 લાખ વળતર ચૂકવવા હુકમ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 1 views
બાળકી પર બળાત્કારની કોશિશ કરનારને 10 વર્ષની સખત કેદ:ઇડર પોક્સો કોર્ટે 31 હજારનો દંડ ફટકાર્યો, પીડિતાને 1 લાખ વળતર ચૂકવવા હુકમ
સાબરકાંઠાના ઇડર તાલુકાના એક ગામમાં 11 વર્ષીય બાળકી સાથે બળાત્કારની કોશિશ કરવાના કેસમાં આજે ઇડરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.31 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ ભોગ બનનાર બાળકીને રૂ.1 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, 20 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજના સમયે એક ગામની પ્રાથમિક શાળામાં 11 વર્ષ, 6 મહિના અને 7 દિવસની બાળકી પાણી પીવા ગઈ હતી. આ દરમિયાન ગામના વાઘરીવાસમાં રહેતા 23 વર્ષીય અજય વાઘરીએ બાળકી સગીર હોવાની જાણ હોવા છતાં તેને શાળાના કમ્પાઉન્ડમાંથી બળજબરીપૂર્વક મુતરડીમાં લઈ ગયો હોવાનો આરોપ હતો. આરોપીએ બાળકી સાથે અડપલાં કરી બળાત્કાર કરવાની કોશિશ કરતાં બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. બૂમો સાંભળી વિશાલભાઈ અને રસિકભાઈ ત્યાં પહોંચ્યા હતા અને આરોપીને પકડી પાડ્યો હતો. જોકે, આરોપીએ વિશાલભાઈને બચકું ભરી માથામાં મુક્કો મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ અંગે બાળકીના પરિવારજનો દ્વારા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર પી.જે. સોનીએ લેખિત તથા મૌખિક પુરાવાઓ રજૂ કરી અસરકારક દલીલો કરી હતી. બંને પક્ષોની રજૂઆતો અને પુરાવાઓને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો જજ એમ.વાય. રાધનપુરવાલાએ આરોપીને તકસીરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદ, રૂ.31 હજાર દંડ તથા ભોગ બનનારને રૂ.1 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan