business
અરવલ્લી કલેક્ટરે મોટી ઇસરોલની મુલાકાત લીધી:રિસર્વે અને ભૂમિ સીમાંકન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું
અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામની મુલાકાત લીધી હતી. તેમણે રિસર્વે અને ભૂમિ સીમાંકન પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું. મુલાકાત દરમિયાન, કલેક્ટરએ ભૂમિ સીમાંકન પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરીમાં ગુણવત્તા અને ચોકસાઈ જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત, કલેક્ટરએ રીસર્વે પ્રક્રિયા અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે રિસર્વેમાં વાંધામાં આવેલા પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા માટે સૂચનાઓ આપી હતી. કલેક્ટરએ ભૂમિ સીમાંકન કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કામગીરી ચોકસાઈ, પારદર્શિતા અને સમયબદ્ધતા સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનના રી-સર્વે પ્રમોલગેશન બાદની વાંધા અરજીઓના સુચારુ, પારદર્શી અને ત્વરિત નિકાલ માટે “ભૂમિ સીમાંકન” પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, અરવલ્લી જિલ્લામાં રી-સર્વે વાંધા અરજીઓના નિકાલની કામગીરી ઝુંબેશરૂપે ચાલી રહી છે. જેમાં તમામ તાલુકાની જમીન દફતર નિરીક્ષક કચેરીના કર્મચારીઓ દ્વારા સ્થળ પર વાંધો રજૂ કરનાર ખાતેદારની જમીનની માપણી કરી રેકર્ડમાં સુધારાની કામગીરી કરવામાં આવે છે.
Read full article on Divya Bhaskar