Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

📰 Abp News 🕐 1 min read 📅 August 10, 2026 👁 10 views
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

અમદાવાદના જોધપુરમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનારા વધુ એક હેવાનનો પોલીસે બરાબરનો હિસાબ કર્યો છે. ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસમાં આરોપી ધર્મસિંહની ધરપકડ બાદ મોડી રાતે પંચનામાની કાર્યવાહી માટે આરોપીને હેબતપુર લઈ જવાયો હતો. ત્યારે જ આરોપીએ પોલીસ કાફલા પર ઓચિંતા હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતા જ તે જમીન પર ઢળી પડ્યો હતો. પોલીસ અને આરોપી વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થતા બંનેને સોલા સિવિલ સારવારમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ પહોંચેલા આરોપીએ પહેલા લંગડાતા અને સ્ટ્રેચર પરથી બે હાથ જોડી સતત પોલીસ સમક્ષ માફીની ભીખ માંગતા એક જ વાતનું રટણ કરતા એક જ રટણ કરતો હતો કે સાહેબ હવે પછી આવું નહીં થાય, એકવાર માફ કરી દો. ફાયરિંગની ગંભીર ઘટનાને પગલે મોડીરાત્રે ડીસીપી, જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ડીસીપી ઝોન-7 શિવમ વર્માએ કહ્યું કે પોલીસ કર્મચારી અને આરોપી ધર્મસિંહ બંને ઈજાગ્રસ્ત છે. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો છે તે અંગે આરોપી વિરૂદ્ધ બોડકદેવ પોલીસમાં વધુ એક ગુનો નોંધવામાં આવશે.

પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ

અમદાવાદના જોધપુર વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મના ચકચારી કેસમાં પોલીસે આરોપી ધર્મસિંહ સામે કડક કાર્યવાહી કરી છે. ધરપકડ બાદ મોડી રાત્રે પંચનામાની કાર્યવાહી માટે આરોપીને હેબતપુર લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ અચાનક પોલીસ કાફલા પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને રોકવા માટે સ્વબચાવમાં કરવામાં આવેલા ફાયરિંગમાં તેના પગમાં ગોળી વાગતાં તે ઢળી પડ્યો હતો. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હતો. બંનેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આરોપીને કાબૂમાં લેવા માટે પોલીસ અને તેની વચ્ચે ઝપાઝપી થઈ હતી. સ્થિતિ વણસતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના પગમાં વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં એક પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યા બાદ આરોપીએ પોલીસ સમક્ષ હાથ જોડીને માફી માંગી હતી. તેણે હવે પછી આવું નહીં થાય અને એકવાર માફ કરી દેવા વિનંતી કરી હોવાનું સામે આવ્યું છે.

ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા

ફાયરિંગની ગંભીર ઘટનાની જાણ થતાં મોડી રાત્રે ડીસીપી, જેસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. ડીસીપી ઝોન-7 શિવમ વર્માએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારી અને આરોપી ધર્મસિંહ બંને ઈજાગ્રસ્ત થયા છે અને બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આરોપીએ પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધવામાં આવશે.

નોંધનીય છે કે જોધપુર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. ખાસ કરીને સોસાયટીમાં માત્ર થોડા દિવસ પહેલાં નોકરી પર લાગેલા સિક્યોરિટી ગાર્ડ દ્વારા આવી ગંભીર ઘટનાને અંજામ આપવામાં આવતા સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. પીડિતા રોજ રાત્રે જમ્યા બાદ પોતાના ફ્લેટના ધાબા પર ચાલવા જતી હતી. 8 ઓગસ્ટની રાત્રે પણ તે ધાબા પર ગઈ હતી. આ દરમિયાન સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો ધર્મસિંહ રામશંકરસિંહ પણ તેની પાછળ ધાબા પર પહોંચ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી અગાઉથી જ ધાબા પર યુવતીની રાહ જોતો હોવાનું કહેવાય છે. તેણે યુવતી સાથે વાતચીત કરી શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી. યુવતીએ તેનો વિરોધ કરીને ઇનકાર કર્યો હતો.યુવતી ધાબા પરથી નીચે જવા લાગી ત્યારે આરોપીએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. આરોપીએ યુવતીના ગળે વાયર બાંધી તેને નીચે પછાડી દીધી હતી. ત્યારબાદ ધાબાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.

પોલીસ ફરિયાદ અને તપાસમાં જણાવ્યા મુજબ, આરોપીએ યુવતીનું મોઢું દબાવી લગભગ એક કલાક સુધી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપી લિફ્ટ મારફતે નીચે ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના બાદ યુવતીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી. બિલ્ડિંગમાં લાગેલા CCTV કેમેરામાં આરોપીની હિલચાલ કેદ થઈ હતી. CCTV ફૂટેજ અને અન્ય બાતમીના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

માત્ર છ-સાત દિવસ પહેલાં જ સિક્યોરિટી ગાર્ડની નોકરી શરૂ કરી હતી

પોલીસ તપાસમાં આરોપી ધર્મસિંહ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે આરોપી માત્ર છથી સાત દિવસ પહેલાં જ આ ફ્લેટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગ્યો હતો.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan