Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બેનાં મોત:વટવામાં ઇકો ચાલકે બે સાયકલ સવારને ટક્કર મારતા એકનું મોત, પીપળજ પાસે ડમ્પર ચાલકે યુવકને અડફેટે લીધો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 13, 2026 👁 1 views
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બેનાં મોત:વટવામાં ઇકો ચાલકે બે સાયકલ સવારને ટક્કર મારતા એકનું મોત, પીપળજ પાસે ડમ્પર ચાલકે યુવકને અડફેટે લીધો
અમદાવાદના પુર્વ વિસ્તારમાં ભારે વાહનોનો ત્રાસ દિવસે'ને દિવસે વધી રહ્યો છે. તેવામાં પુર્વ વિસ્તારમાં સર્જાયેલી બે અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે. વટવા જીઆઇડીસીમાં એક ઇકો કારના ચાલકે બે સાયકલ સવારોને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. જ્યારે પીપળજ પાસે રોડ ક્રોસ કરતા યુવકનું ડમ્પરની અડફેટે આવી જતા મોત નિપજ્યુ હતું. બંને ઘટનાઓને લઇને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવિજ હાથ ધરી છે. પહેલો બનાવ ઇકો ચાલકે બે સાયકલ સવારને ટક્કર મારતા એકનું મોત અમરાઇવાડીમાં રહેતા ભગવાનભાઇ સોલંકી વટવા જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતા હતા. ગત શનિવારે(12 સપ્ટેમ્બર) તે સાયકલ લઇને વટવા જીઆઇડીસીના ત્રિકમપુરા પાટિયા પાસેથી પસાર થતા હતા. ત્યારે એક ઇકો કારના ચાલકે ભગવાનભાઇ અને અન્ય એક સાયકલ ચાલકને ટક્કર મારતા બંને લોકો રોડ પર પટકાયા હતા. ભગવાનભાઇનું રોડ પર પટકાવવાથી ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર મોત નિપજ્યુ હતું, જ્યાપે અન્ય સાયકલ ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ઇકો કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજો બનાવ રોડ ક્રોસ કરતો સુરતનો યુવકનું ડમ્પરની અડફેટે મોત જ્યારે અન્ય બનાવની વિગત એવી છે કે સુરતના કામરેજમાં રહેતો 19 વર્ષીય લલીતસિંહ રાવત તેના મિત્રો સાથે અમદાવાદ આવ્યો હતો. શનિવારે સવારે અમદાવાદ પહોંચીને તે પીપળજ ધનલક્ષ્મી ટ્રાન્સપોર્ટ પાસેથી રોડ ક્રોસ કરતો હતો. ત્યારે પુરઝડપે આવેલા ડમ્પરની અડફેટે આવી જતા તેનું મોત નિપજ્યુ હતું. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan