politics
અમદાવાદમાં ફરી દીપડાની દહેશત!
અમદાવાદ પંથકમાં ફરી એકવાર દીપડાની દહેશત ફેલાઈ છે. ઘુમા બાદ હવે સાણંદ તાલુકાના મોટી દેવતી ગામમાં દીપડો હોવાની ચર્ચા સામે આવી છે. સ્થાનિકોમાં દીપડાની અવરજવર હોવાની આશંકા વચ્ચે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાને પકડવા માટે મોટી દેવતી ગામમાં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. વન વિભાગની ટીમ દ્વારા સમગ્ર મામલે નજર રાખવામાં આવી રહી છે અને દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Read full article on News18 Gujarati