Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

અમદાવાદીઓને સવારની કડક ચા હવે મોંઘી પડશે:ખાંડના ભાવ આસમાને પહોચતા કટીંગ ચાના ભાવ વધ્યા, દુકાનકારોએ કહ્યું- 10 રૂપિયામાં ચા આપવી પોસાય તેમ નથી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 5 views
અમદાવાદીઓને સવારની કડક ચા હવે મોંઘી પડશે:ખાંડના ભાવ આસમાને પહોચતા કટીંગ ચાના ભાવ વધ્યા, દુકાનકારોએ કહ્યું- 10 રૂપિયામાં ચા આપવી પોસાય તેમ નથી
અમદાવાદ શહેરની ઓળખ સમાન સવારની કડક-મીઠી ચાની ચૂસ્કી હવે નાગરિકોના ખિસ્સા પર ભારે પડવાની છે. બજારમાં ખાંડના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાના કારણે ચાના વેપારીઓ અને કિટલી સંચાલકો માટે જૂના ભાવે ચા વેચવી મુશ્કેલ બની ગઈ છે. ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ 20થી 25 રૂપિયાનો સીધો વધારો થતાં હવે અમદાવાદમાં ફુલ ચા અને કટિંગ ચાના દરોમાં વધારો કરવાની વેપારીઓ ગંભીર વિચારણા કરી રહ્યા છે, જેને પગલે સામાન્ય નાગરિકોને કટિંગ ચા માટે 15 રૂપિયાના બદલે 18 થી 20 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. ખાંડનો ભાવ 70 રૂપિયા પહોંચતા કટિંગ ચાના ભાવ વધારવા મજબૂરી ચાની દુકાન ચલાવતા ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ખાંડના ભાવ વધારાની સીધી અસર તેમના દૈનિક વેપાર પર પડી રહી છે. ભૂતકાળમાં જ્યારે ખાંડનો ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો હતો ત્યારે ચા 10 રૂપિયામાં મળતી હતી, ત્યારબાદ ખાંડ 45 રૂપિયા થતાં ચાનો ભાવ વધારીને 15 રૂપિયા કરવામાં આવ્યો હતો. જોકે, હવે ખાંડમાં સીધો 25 રૂપિયાનો વધારો થઈને પ્રતિ કિલોનો ભાવ 70 રૂપિયા પર પહોંચી ગયો છે. કારીગરોના પગાર, દુકાનનું ઊંચું ભાડું અને કાચા માલના વધતા ખર્ચ વચ્ચે 15 રૂપિયામાં ચા આપવી આર્થિક રીતે પોષાય તેમ ન હોવાથી પ્રતિ કપના ભાવ 15 થી વધારીને 18 કે 20 રૂપિયા કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. 50 કિલોની બોરી પર 1400 રૂપિયાનો ઉછાળો રજવાડી ચાના સંચાલક રામસિંહભાઈએ ભાવવધારાની ગંભીરતા વર્ણવતાં જણાવ્યું હતું કે, ખાંડની 50 કિલોની બોરી જે અગાઉ 2200 રૂપિયામાં મળતી હતી, તેનો ભાવ સીધો વધીને 3650 રૂપિયા થઈ ગયો છે. આમ, એક બોરી દીઠ સીધો 1400 રૂપિયાનો મોટો વધારો થયો છે. દુકાનનું માસિક 25,000 રૂપિયા જેટલું ભાડું અને અન્ય ખર્ચાઓ વચ્ચે જૂના ભાવે ચા વેચવાથી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે સરકારે તાત્કાલિક ધોરણે દખલ કરીને ખાંડના વધતા ભાવો પર નિયંત્રણ લાવવું જોઈએ, જેથી સામાન્ય જનતા અને નાના વેપારીઓ બંનેને મોંઘવારીના મારથી રાહત મળી શકે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan