top
અમદાવાદ: રામોલમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી ધમકી આપનાર આરોપીને 20 વર્ષની સખત સજા, પોકસો કોર્ટનો ચુકાદો
અમદાવાદના રામોલમાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર રોહિત ચૌહાણને પોકસો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીએ ધમકી આપી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતા તેને 4 માસનો ગર્ભ રહ્યો હતો. કોર્ટે ભોગ બનનારને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. રામોલ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.
Read full article on Gujaratsamachar