crime
AMCના પ્લોટમાં જ બિલ્ડરે ટ્રેક્ટરના આવા-જવા રસ્તો બનવ્યો:મકરબાના કરોડો રૂપિયાના પ્લોટમાં ગંદકી, દિવાલ પણ તૂટેલી હાલતમાં, સરકારી જમીનનો ખાનગી બિલ્ડર દ્વારા બેફામ ઉપયોગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટોને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાની જવાબદારી એસ્ટેટ વિભાગના સ્થાનિક વોર્ડ ઈન્સ્પેક્ટર અને અધિકારીઓની હોય છે. જોકે, દક્ષિણ પશ્ચિમ ઝોન હેઠળના સરખેજ વોર્ડમાં મકરબા સરકારી ચાવડી પાસે આવેલા AMCના કરોડો રૂપિયાની કિંમતના વિશાળ પ્લોટની જાળવણીમાં ભારે લાપરવાહી સામે આવી છે. એસ્ટેટ વિભાગ અને વોર્ડ ઇન્સ્પેક્ટરે આંખ આડા કાન પ્લોટની બાજુમાં બાંધકામ કરી રહેલા એક ખાનગી બિલ્ડરે કોર્પોરેશનના પ્લોટ વચ્ચે આવેલી દિવાલ તોડી પાડીને પોતાના ટ્રેક્ટરોની અવરજવર માટે ગેરકાયદેસર રસ્તો બનાવી લીધો છે. ઉપરાંત, બિલ્ડીંગના કાટમાળ (ડેબ્રિજ) અને વેસ્ટના કારણે પ્લોટમાં વરસાદી પાણી ભરાઈને અતિશય દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે, છતાં સ્થાનિક એસ્ટેટ વિભાગ અને વોર્ડ ઇન્સ્પેક્ટરે આંખ આડા કાન કર્યા છે. બિલ્ડરને દંડ ફટકારવાની વોર્ડ ઇન્સ્પેક્ટરને સૂચના આપી આ મામલે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર શંકર અસારીએ જણાવ્યું હતું કે, બિલ્ડરે ખાનગી માલિકીની જગ્યામાં બનેલી દિવાલ તોડીને કોર્પોરેશનના પ્લોટમાંથી ટ્રેક્ટરો માટે રસ્તો બનાવ્યો છે. આ અંગે સંબંધિત બિલ્ડરને દંડ ફટકારવા માટે વોર્ડ ઇન્સ્પેક્ટરને સૂચના આપી દેવામાં આવી છે. પ્લોટની દિવાલ ખાનગી માલિકીની જગ્યામાં હતી. કોર્પોરેશનના પ્લોટમાં દિવાલ બનાવવામાં આવેલી નહોતી. સરકારી જમીનનો ખાનગી બિલ્ડર દ્વારા બેફામ ઉપયોગ ઉલ્લેખનીય છે કે, AMCની માલિકીના પ્લોટોને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે ભૂતકાળમાં કોર્પોરેટરો અને તાજેતરમાં ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા સૂચનાઓ અપાઈ હોવા છતાં, એસ્ટેટ વિભાગની ગંભીર બેદરકારીના કારણે કરોડોની સરકારી જમીનનો ખાનગી બિલ્ડર દ્વારા બેફામ ઉપયોગ થઈ રહ્યો છે.
Read full article on Divya Bhaskar