Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

AMCની 55 જગ્યાઓ પર તપાસ:પીજી-હોસ્ટેલના બાંધકામોની સ્ટ્રક્ચરલ સલામતીની તપાસ કરાઇ, એક પણ જગ્યા ભયજનક જાહેર નહીં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 1 views
AMCની 55 જગ્યાઓ પર તપાસ:પીજી-હોસ્ટેલના બાંધકામોની સ્ટ્રક્ચરલ સલામતીની તપાસ કરાઇ, એક પણ જગ્યા ભયજનક જાહેર નહીં
દિલ્હીમાં પીજી બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં આવેલા પીજી, હોસ્ટેલ, છાત્રાલય તથા સમાન પ્રકારના ઉપયોગ હેઠળના બાંધકામોની સ્ટ્રક્ચરલ સલામતીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વિવિધ ઝોનમાં આજે મંગળવારે કુલ 55 પીજી અને હોસ્ટેલ સહિતના એકમોની સ્થળ તપાસ કરવામાં આવી હતી. શહેરના બોપલ, છારોડી, સીજી રોડ, નવરંગપુરા, જોધપુર અને ગોતા વિસ્તારમાં આવેલી પીજી અને હોસ્ટેલોમાં તપાસ કરવામાં આવી હતી. બાંધકામોની પ્રાથમિક સ્તરે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું મૂલ્યાંકન AMCના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને બાંધકામોની પ્રાથમિક સ્તરે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બાંધકામો પ્રાથમિક દ્રષ્ટિએ ભયજનક સ્થિતિમાં છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. સર્વે દરમિયાન તપાસ કરાયેલા તમામ 55 બાંધકામોમાં કોઈ પણ બાંધકામ પ્રાથમિક દ્રષ્ટિએ ભયજનક હોવાનું સામે આવ્યું નથી. સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતાં કોર્પોરેશન દ્વારા સંબંધિત સંચાલકો અને જવાબદારોને જરૂરી સાવચેતીના પગલાં અમલમાં મૂકવા અંગે સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બાંધકામોની જાળવણી અને સલામતી અંગે સૂચના મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરના તમામ પીજી, હોસ્ટેલ, છાત્રાલય સહિતના એકમોની ચકાસણી કરવામાં આવે તે માટે આયોજન કરી અને હજી પણ આ કાર્યવાહી કરવામાં આવશે. આવા તમામ એકમોમાં બાંધકામોની નિયમિત જાળવણી અને સલામતી સંબંધિત બાબતો અંગે પણ સૂચના જે તે સંચાલક અને માલિકોને આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan