top
અજમલ અને મુન્ના સહિત પાંચ નરાધમોને જનમટીપ
વડોદરાના ચકચારી ભાયલી દુષ્કર્મ કેસની પીડિતાને આખરે ન્યાય મળ્યો છે. વડોદરાની વિશેષ પોક્સો કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા સાથે દરેકને 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વનું છે કે મિત્ર સાથે ગરબા રમવા ગયેલી સગીરા અને તેના મિત્ર બેઠા હતા ત્યારે 5 શખ્સોએ આવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ મામલે કડક કાર્યવાહીના ભાગ રૂપે પોલીસે તમામ આરોપીઓને દબોચી લીધા હતા. ત્યારબાદ કેસમાં 45 સાક્ષીઓની જુબાની અને સીસીટીવી અને ફોરેન્સિક પુરાવાના ભાગરૂપે કોર્ટે ગત 20 ઓગસ્ટના રોજ તમામને દોષી જાહેર કર્યા અને આજે આ કેસમાં મોટો ચૂકાદો આપતા ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી છે.
Read full article on News18 Gujarati