top
Ahmedabad: પાંચ કુવા પાસે મકાન ધરાશાયી, ફાયર બ્રિગેડે 2 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા પાંચ કુવા નજીક આજે વધુ એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાની ગંભીર દુર્ઘટના સામે આવી છે. મકાન ધરાશાયી થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સ્થાનિક લોકો અને રાહત ટીમ દ્વારા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાંચ કુવા નજીક જર્જરિત મકાન ધરાશાયી મકાન ધરાશાયી થયા બાદ સ્થાનિકો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અંદર 2 જેટલી વ્યક્તિઓ કાટમાળ નીચે દટાયેલી હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કાટમાળ હટાવીને દટાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. કોટ વિસ્તારમાં મકાનો ધરાશાયી કોટ વિસ્તારમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મકાનનો હિસ્સો ધરાશાયી થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. મકાનના ઉપરના માળ પર રહેતા લોકોને સમયસૂચકતા વાપરીને સલામત રીતે બહાર કાઢી અન્ય સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા.આ સમગ્ર દુર્ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા ન થતાં સ્થાનિકો અને તંત્રએ મોટી રાહત અનુભવી છે. આ પણ વાંચો: Ahmedabad: વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે શહેરભરમાં ધોધમાર વરસાદ, દિવસ દરમિયાન છવાયો ગાઢ અંધારપટ
Read full article on Sandesh