Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

Ahmedabad News: સેલ, સેલ, સાવધાન! દિવાળીમાં સસ્તાની લ્હાયમાં ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ!

📰 Sandesh 🕐 1 min read 📅 October 29, 2026 👁 1 views
Ahmedabad News: સેલ, સેલ, સાવધાન! દિવાળીમાં સસ્તાની લ્હાયમાં ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ!
અમદાવાદમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારોમાં ખરીદીનો માહોલ પૂરજોશમાં જામ્યો છે. લોકો કપડાં, મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને ગિફ્ટની ખરીદી માટે ઓનલાઈન ડિસ્કાઉન્ટ ઓફર્સ શોધી રહ્યા છે, પરંતુ તહેવારોની આ ઉતાવળ અને સસ્તી ચીજવસ્તુઓની લાલચનો ફાયદો ઉઠાવીને સાયબર ગઠિયાઓ સક્રિય થઈ ગયા છે. મોબાઇલ પર આવતી શંકાસ્પદ લિંક્સ અને નકલી ઓફર્સ લોકોની મહેનતની કમાણી ક્ષણવારમાં સાફ કરી શકે છે. ઓનલાઈન ડિસ્કાઉન્ટ અને APK ફાઇલનું જોખમ તહેવારની ખરીદી દરમિયાન સાયબર ઠગ્સ લોકોના મોબાઈલ પર જાણીતી વસ્તુઓ બજારભાવ કરતાં અડધી કિંમતમાં મળવાના મેસેજ મોકલે છે. લોકો વિગત તપાસ્યા વગર લિંક ખોલી નાખે છે, જે તેમને નકલી વેબસાઇટ પર લઈ જઈને બેંક વિગતો અને OTP ચોરી લે છે. આ ઉપરાંત, ગિફ્ટ કે વધારાના ડિસ્કાઉન્ટના નામે અજાણ્યા નંબર પરથી મોકલવામાં આવતી APK ફાઇલ ડાઉનલોડ કરવાથી મોબાઇલની સુરક્ષા જોખમમાં મૂકાય છે, અને ફોનનો કંટ્રોલ હેકર્સના હાથમાં જતો રહે છે. અમદાવાદ સાયબર ક્રાઇમની મહત્વની અપીલ અને સાવચેતી આ પ્રકારની સાયબર ઠગાઈથી નાગરિકોને બચાવવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. અજાણ્યા નંબર પરથી આવેલી કોઈપણ APK ફાઇલ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ ન કરવી. ડિસ્કાઉન્ટ કે ઇનામના મેસેજમાં આપેલી શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું. માત્ર સત્તાવાર વેબસાઇટ્સ અથવા અધિકૃત એપ્સ દ્વારા જ ઓનલાઈન ખરીદી કરવી. બેંક એકાઉન્ટની વિગતો, પાસવર્ડ કે OTP ક્યારેય કોઈની સાથે શેર ન કરવા. કોઈપણ નવી એપને SMS કે કોન્ટેક્ટ્સ જેવી સંવેદનશીલ પરવાનગીઓ આપતા પહેલા તેની વિશ્વસનીયતા તપાસવી. સાયબર ફ્રોડ થાય તો ક્યાં કરવી ફરિયાદ? જો ભૂલથી પણ કોઈ શંકાસ્પદ APK ઇન્સ્ટોલ થઈ જાય અથવા નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યા હોવ, તો તાત્કાલિક તમારા બેંક ખાતાને બ્લોક કરાવો. આ સાથે જ ભાર સરકારના અધિકૃત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરો અથવા સત્તાવાર વેબસાઇટ cybercrime.gov.in પર ત્વરિત ફરિયાદ નોંધાવો. દિવાળીના તહેવારમાં ખુશીઓ અને ખરીદીનો આનંદ માણો, પરંતુ થોડી સાવધાની રાખીને તમારી મૂડી સુરક્ષિત રાખો.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan