Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad News: સાબરમતી નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, હાથમાં શું લખ્યું?

📰 Sandesh 🕐 1 min read 📅 September 13, 2026 👁 1 views
Ahmedabad News: સાબરમતી નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, હાથમાં શું લખ્યું?
અમદાવાદ શહેરની સાબરમતી નદીમાંથી એક યુવકનો તરતો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાવડ-રેસ્ક્યૂ હાથ ધરી મૃતદેહને નદીમાંથી બહાર કાઢી હતી. ઘટના અંગે જાણ થતા જ રિવરફ્રન્ટ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાથમાંથી મળી આવી ચિઠ્ઠી અને મોબાઈલ નંબર પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવકના હાથમાં એક મોબાઈલ નંબર અને ચિઠ્ઠી મળી આવી હતી. આ કરુણ ચિઠ્ઠીમાં "મારી બોડી મારા પિતાને સોંપી દેજો" તેવું લખાણ હોવાનું સામે આવ્યું છે. યુવકના હાથમાંથી મળેલા મોબાઈલ નંબરના આધારે રિવરફ્રન્ટ પોલીસે તાત્કાલિક તેના પિતાનો સંપર્ક સાધ્યો હતો અને ઘટના અંગે જાણ કરી હતી. મૃતદેહ પરિવારને સોંપવા તજવીજ પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહ પરિવારને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે. યુવકે આ આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. સતત બીજા દિવસે નદીમાંથી મૃતદેહ મળતા અરેરાટી સાબરમતી નદીમાં ગઈકાલે પણ એક માનવ હાડપિંજર મળી આવ્યું હતું, જેના કારણે ભારે સળવળાટ મચ્યો હતો. ત્યાં જ આજે ફરી એક યુવકનો મૃતદેહ મળી આવતા રિવરફ્રન્ટ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રિવરફ્રન્ટ પોલીસે આ બંને બનાવ અંગે અલગ-અલગ ગુના નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: Ahmedabad: માલિકે ઓફિસની ચાવી સોંપી અને કર્મચારીએ કર્યો હાથફેરો, બે સગા ભાઈઓ 45 લાખ રોકડા ચોરીને ફરાર
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan