Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad News: લાંભા-પીપળજ રોડ પર મમતા એગ્રો પ્રોટીનમાં દરોડો, જૂના ડબ્બામાં તેલ રીપેકિંગ કરવાનું કૌભાંડ પકડાયું

📰 Sandesh 🕐 1 min read 📅 September 11, 2026 👁 1 views
Ahmedabad News: લાંભા-પીપળજ રોડ પર મમતા એગ્રો પ્રોટીનમાં દરોડો, જૂના ડબ્બામાં તેલ રીપેકિંગ કરવાનું કૌભાંડ પકડાયું
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના આરોગ્ય વિભાગે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. મનપાની આરોગ્ય ટીમે લાંભા-પીપળજ રોડ પર આવેલી 'મમતા એગ્રો પ્રોટીન' નામની કંપનીમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ કંપની ખાદ્ય તેલના રીપેકિંગનું કામ કરતી હતી, જ્યાં મોટા પાયે અનિયમિતતાઓ અને અસ્વચ્છતા જોવા મળી હતી. જૂના વપરાયેલા ડબ્બામાં જ યોગ્ય પ્રોસેસ વગર નવું તેલ ભરાતું હતું તપાસ દરમિયાન અધિકારીઓને સ્થળ પરથી 300 જેટલા અગાઉ ઉપયોગમાં લેવાયેલા જૂના અને ખાલી તેલના ડબ્બા મળી આવ્યા હતા. કંપની દ્વારા આ જૂના ડબ્બાઓને કોઈ પણ પ્રકારની યોગ્ય સફાઈ કે શુદ્ધિકરણની પ્રોસેસ કર્યા વિના જ તેમાં નવું ખાદ્ય તેલ ભરીને માર્કેટમાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું. આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ભરેલા 175 તેલના ડબ્બા અને 300 ખાલી ડબ્બા જપ્ત કરી સીલ કર્યા છે. છત્રાલથી આવતું હતું ટેન્કર, સેમ્પલ લઈ આખું એકમ સીલ કરાયું તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તેલના રીપેકિંગ માટે આ કંપની દ્વારા દર મહિને છત્રાલ ખાતેથી મોટું ઓઇલ ટેન્કર મંગાવવામાં આવતું હતું. મનપાની ટીમે ખાદ્ય તેલના ગુણવત્તા તપાસ અર્થે નમૂના (સેમ્પલ) મેળવીને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. ગંભીર બેદરકારી બદલ સમગ્ર એકમને સીલ મારી કાયદેસરની ધારાધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો: Ahmedabad News: ફતેવાડીમાંથી કોડેઇનયુક્ત કફસિરૂપનો મોટો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan