top
Ahmedabad: નારોલ અને દાણીલીમડામાંથી ચોરાયેલી રિક્ષાઓ સાથે 3 શાતિર ચોર ઝડપાયા; 2.10 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ શહેરમાં વાહનચોરીના બનાવો પર અંકુશ લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી ઝુંબેશમાં મોટી સફળતા સાંપડી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સિસ (ખાનગી બાતમીદારો) ની મદદથી વાહનચોરી ગેંગનો પર્દાફાશ કરી 3 આરોપીઓની અટકાયત કરી છે. વાહનચોરી ગેંગના 3 શાતિર આરોપીઓ ઝડપાયા! પોલીસે આરોપીઓ પાસેથી નારોલ સર્કલ અને દાણીલીમડાના ફૈઝલનગરમાંથી ચોરાયેલી ૨ લોડિંગ રિક્ષાઓ કબ્જે કરી છે. જપ્ત કરાયેલા વાહનોમાં એક અતુલ થ્રી-વ્હીલર લોડિંગ ટેમ્પો અને એક બિન્હાસ થ્રી-વ્હીલર લોડિંગ ટેમ્પોનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 2,10,000 અંકાયી છે. આ કામગીરીથી નારોલ અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓનો ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. અટકાયત કરાયેલા આરોપી ગુલફામ ઉર્ફે ડી.જે. કલામુદ્દીન કમરુદ્દીન કુરેશી વિરુદ્ધ અગાઉ ચોરી અને પ્રોહિબિશન સહિતના ૧૪ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. નારોલ અને દાણીલીમડામાંથી ચોરાયેલી 2 લોડિંગ રિક્ષા કબ્જે જ્યારે અન્ય આરોપી મોહંમદ શકીલ સિરાજુદ્દીન હિદાયતુલ્લા અંસારી વિરુદ્ધ ભૂતકાળમાં હત્યા જેવા અત્યંત ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણેય આરોપીઓ (મોહંમદ શાહરુખ કુરેશી, ગુલફામ કુરેશી અને મોહંમદ શકીલ અંસારી) ની ધરપકડ કરી આગળની કાયદાકીય કાર્યવાહી અને વધુ સઘન પૂછપરછ માટે સંબંધિત સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ પણ વાંચો: Bhavnagar: સ્કૂલ વર્ધીની અદાવતમાં લઠ્ઠાકાંડની ઝેરી દારૂની બોટલથી હત્યા, 25 થી વધુ ઉલટીઓ થઈ છતાં પોલીસને ન કહેવા ધમકાવ્યો
Read full article on Sandesh