crime
Ahmedabad: ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે કોર્ટમાં રજૂ, ભોપાલના બેન્ક લોકરની તપાસ માટે ACB એ 4 દિવસના વધુ રિમાન્ડ માગ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર એનઓસી આપવાના નામે ચાલી રહેલા મોટા ભ્રષ્ટાચારનો વડોદરા ACB એ પર્દાફાશ કર્યો હતો. એક અરજદાર પાસે6 અલગ-અલગ યુનિટની ફાયર NOC ઈશ્યૂ કરવા માટે યુનિટ દીઠ રૂ. 6,000 લેખે કુલ રૂ. 36,000 ની લાંચ માંગવામાં આવી હતી. અમદાવાદ ચીફ ફાયર ઓફિસર લાંચ કેસ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી તેમના વચેટિયા ભાવસિંહ ઝાલાએ આ લાંચની રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકાર્યા બાદ ભાવસિંહે અમિત ડોંગરેને ફોન પર જાણ કરી હતી, જેના આધારે ચીફ ફાયર ઓફિસરની સીધી સંડોવણી અને સૂત્રધાર હોવાનું સ્પષ્ટ સાબિત થયું હતું. વડોદરા ACB ની ટીમે ફરિયાદના આધારે સચોટ છટકું ગોઠવી બંને આરોપીઓની રંગેહાથ અટકાયત કરી હતી. અમદાવાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા પ્રથમ તબક્કાના રિમાન્ડ પૂરા થતાં જ વડોદરા ACB દ્વારા અમિત ડોંગરે અને ભાવસિંહ ઝાલાને અમદાવાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન ACB ના સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી અમિત ડોંગરેના મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત બેન્ક લોકરની તપાસ કરવી અત્યંત જરૂરી છે. અપ્રમાણસર મિલકતો અંગે તપાસ આ ઉપરાંત, આરોપી અમિત ડોંગરેના અન્ય બેન્ક ખાતાઓ, લોકર્સ તેમજ તેમની પાસે રહેલી અપ્રમાણસર મિલકતો અંગે કાળજીપૂર્વક તપાસ કરવાની હોવાથી ACB દ્વારા અદાલત પાસે વધુ 4 દિવસના પોલીસ રિમાન્ડની માગ કરવામાં આવી છે. લાંચનું આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને અન્ય કોઈ અધિકારી કે કર્મચારીઓ તેમાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. આ પણ વાંચો: Banaskantha: પાલનપુરમાં માત્ર દોઢ ઇંચ વરસાદમાં જૂના બસ સ્ટેન્ડ રોડ અને અંબાજી હાઇવે પાણીમાં ગરકાવ
Read full article on Sandesh