Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Ahmedabad: સરખેજ-સાણંદ હાઇવે પર ઈન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં આગ, ફાયરની 8 ગાડીઓ સ્થળ પર

📰 Sandesh 🕐 1 min read 📅 August 19, 2026 👁 4 views
Ahmedabad: સરખેજ-સાણંદ હાઇવે પર ઈન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં આગ, ફાયરની 8 ગાડીઓ સ્થળ પર
અમદાવાદના સરખેજ-સાણંદ હાઇવે પર આવેલી સરખેજ-સાણંદ ચોકડી નજીક ઈન્ડિયા એસ્ટેટમાં આજે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. એસ્ટેટમાં આવેલા એક ટાયરના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં રબર અને ટાયરનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ટાયરના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ આગના કારણે આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં જ સૌપ્રથમ 6 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પરંતુ આગની ગંભીરતા અને ટાયરના લીધે વધી રહેલા જ્વાળામુખી જેવા બળતરાને જોતાં વધુ 2 ગાડીઓ સહિત કુલ 8 ફાયર ફાઇટરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે આગ આસપાસની ઓફિસો અને દુકાનોમાં ન ફેલાય તે માટે સાવચેતીના પગલે ઈન્ડિયા એસ્ટેટની તમામ ઓફિસો અને દુકાનો તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે.ફાયર ફાઇટરો દ્વારા ફોમ અને પાણીનો મારો ચલાવીને આગને અન્ય ગોડાઉનોમાં પ્રસરતી અટકાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પણ વાંચો: Vadodara: ગોધરા રેલવે પોલીસનો કોન્સ્ટેબલ માંદગીની રજા મૂકીને દારૂની ખેપ મારતો, બૂટલેગર સાથે 50 ટકાની રાખી ભાગીદારી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan