top
શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લો ફરી એકવાર સમગ્ર રાજ્યમાં પહેલા સ્થાને, 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો
નર્મદા જિલ્લાએ શિક્ષણક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવી છે. ધોરણ 10માં રાજ્યમાં પ્રથમ રહ્યા બાદ, હવે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં પણ નર્મદા અવ્વલ આવ્યું છે. 'સમરસ વિદ્યાસેતુ' અભિયાન હેઠળ 4,224 બાળકોમાંથી 3,906 બાળકોને ફરી શાળાએ લાવીને 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડ્યો છે. રાજપીપળામાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કર્યું.
Read full article on Gujaratsamachar