Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?

📰 Abp News 🕐 1 min read 📅 August 11, 2026 👁 7 views
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?

8th pay commission minimum salary: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ પોતાના આગામી પગાર સુધારા અને 8મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને કોઈ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે. સોમવાર, 10 ઓગસ્ટના રોજ સંસદમાં અપાયેલી એક લેટેસ્ટ માહિતી મુજબ, 8મા પગાર પંચે હજુ સુધી પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો નથી. હાલમાં દેશભરમાં કર્મચારી યુનિયનો અને પેન્શનર સંગઠનો સાથે કમિશનની બેઠકોનો દોર ચાલુ છે. જેના કારણે ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ પગાર જેવા અત્યંત મહત્વના મુદ્દાઓ પર હજુ કોઈ અંતિમ નિર્ણય લઈ શકાયો નથી.

તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ 3 નવેમ્બર, 2025ના રોજ આ કમિશનની રચના કરવામાં આવી હતી અને તેને પોતાની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

કમિશન અત્યારે શું કામ કરી રહ્યું છે?

8મા પગાર પંચના કાર્યક્ષેત્રમાં માત્ર પગાર જ નહીં, પરંતુ ભથ્થાં, પેન્શન, ફેમિલી પેન્શન અને નોકરીની શરતોની સંપૂર્ણ સમીક્ષા સામેલ છે. આ એક ખૂબ જ મોટી કવાયત છે. સરકારી આંકડાઓ અનુસાર, 1 માર્ચ, 2026 સુધીમાં કેન્દ્ર સરકારના અંદાજે 35.77 લાખ કર્મચારીઓ હતા. જ્યારે 31 ડિસેમ્બર, 2025ના આંકડા મુજબ સંરક્ષણ સિવાયના 33.76 લાખ પેન્શનરો છે. આ તમામ લોકોને 8મા પગાર પંચની સીધી અસર થવાની છે. કમિશન હાલમાં દેશના વિવિધ ભાગોમાં મીટિંગ્સ યોજીને આ તમામ હિસ્સેદારોના મંતવ્યો અને માંગણીઓ એકઠી કરી રહ્યું છે.

દિલ્હીમાં બેઠકો પૂરી, હવે આગળ શું?

તાજેતરમાં જ દિલ્હીમાં કન્સલ્ટેશન (પરામર્શ) નો રાઉન્ડ પૂર્ણ થયો છે. આ દરમિયાન NC-JCM અને FNPO જેવા મોટા કર્મચારી સંગઠનોએ પોતાની માંગણીઓ કમિશન સમક્ષ રજૂ કરી દીધી છે. હવે આ મીટિંગ્સનો દોર અન્ય શહેરોમાં પહોંચશે. કમિશન 7 અને 8 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં, 9 સપ્ટેમ્બરે પુડુચેરીમાં, 16-18 સપ્ટેમ્બરે ચંદીગઢમાં અને 31 ઓગસ્ટ-1 સપ્ટેમ્બરે જયપુરમાં બેઠકો યોજવાનું છે. જ્યાં સુધી આ બધી બેઠકો પૂરી નહીં થાય, ત્યાં સુધી ફિટમેન્ટ ફેક્ટર કે લઘુત્તમ પગાર પર કોઈ ફાઇનલ નિર્ણય લેવામાં આવશે નહીં.

રેલવે કર્મચારીઓની મોટી માંગ: લઘુત્તમ પગાર 52,600 રૂપિયા કરો!

કમિશન સમક્ષ અત્યાર સુધીમાં જે સૌથી મોટી માંગણીઓ આવી છે, તેમાં ભારતીય રેલવે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન (IRTSA) ની માંગ મુખ્ય છે. હૈદરાબાદમાં યોજાયેલી બેઠકમાં IRTSAએ 2.92 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરીને લઘુત્તમ પગાર સીધો 52,600 રૂપિયા કરવાની જોરદાર માંગ કરી છે.

એસોસિએશનની દલીલ છે કે હવે સમય બદલાયો છે. કર્મચારીઓનો લઘુત્તમ પગાર નક્કી કરતી વખતે આજના આધુનિક ખર્ચાઓ જેવા કે ઇન્ટરનેટનું બિલ, પીવાનું બોટલબંધ પાણી અને મોંઘા મેડિકલ વીમાના હપ્તાને પણ ધ્યાનમાં લેવા જોઈએ. આ ઉપરાંત તેમણે દર વર્ષે 5 ટકાનો પગાર વધારો (ઈન્ક્રીમેન્ટ) આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, આ માત્ર અત્યારે એક માંગણી છે, સરકાર કે કમિશને તેને હજુ મંજૂર કરી નથી.

આ પણ વાંચોઃ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર

સરકારી વિભાગોએ પણ આપી દીધો ડેટા

કમિશન માત્ર કર્મચારીઓની માંગણીઓ જ નથી સાંભળતું, પરંતુ સરકારી તિજોરી પર તેની કેટલી અસર પડશે તેનું પણ આકલન કરી રહ્યું છે. આ માટે તમામ સરકારી વિભાગો અને મંત્રાલયો પાસેથી તેમના કર્મચારીઓ, ખાલી જગ્યાઓ, પગાર માળખા અને નાણાકીય અસરોનો સંપૂર્ણ ડેટા ઓનલાઈન પોર્ટલ પર મંગાવવામાં આવ્યો હતો. આ ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી, જે હવે પૂરી થઈ ગઈ છે.

કર્મચારીઓને અંતિમ રિપોર્ટ ક્યારે મળશે?

કમિશન પાસે પોતાનો રિપોર્ટ જમા કરાવવા માટે નવેમ્બર 2025થી 18 મહિનાનો સમય છે. જોકે, આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશન મે કે જૂન 2027 ની આસપાસ કેન્દ્ર સરકારને પોતાની ભલામણોનો અંતિમ રિપોર્ટ મોકલે તેવી પ્રબળ શક્યતા છે.

ત્યાં સુધી કર્મચારીઓએ થોડી ધીરજ રાખવી પડશે. અત્યારે બજારમાં 52,600 રૂપિયા લઘુત્તમ પગાર કે 2.92 ફિટમેન્ટ ફેક્ટરના જે આંકડાઓ ફરી રહ્યા છે, તે માત્ર કર્મચારી સંગઠનોની માંગણીઓ છે, સરકાર દ્વારા લેવાયેલો કોઈ સત્તાવાર નિર્ણય નથી.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: 7મું પગાર પંચ જેવું 2.57 ફિટમેન્ટ ફેક્ટર રહે તો કેટલો વધશે પગાર? જાણો સંપૂર્ણ ગણતરી

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan