Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

8મા પગાર પંચની જયપુરમાં બેઠક: 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

📰 Abp News 🕐 1 min read 📅 August 30, 2026 👁 2 views
8મા પગાર પંચની જયપુરમાં બેઠક: 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

8th Pay Commission: કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર તેમજ ભથ્થામાં સુધારો કરવા માટે 8મા પગાર પંચની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલું આ પંચ કર્મચારીઓની સમસ્યાઓ અને કાર્યકારી પરિસ્થિતિઓનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા માટે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના જયપુરમાં હિસ્સેદારો તથા કર્મચારી સંગઠનો સાથે સત્તાવાર બેઠકો યોજી રહ્યું છે.

બેઠકોમાં ચર્ચાના મુખ્ય મુદ્દાઓ

કર્મચારી સંગઠનો દ્વારા રજૂ કરાયેલા વિવિધ મેમોરેન્ડમના આધારે નીચે મુજબના મહત્વના વિષયો પર ગંભીર વિચારવિમર્શ કરવામાં આવશે:

ફિટમેન્ટ ફેક્ટર અને બેઝિક પગાર: બેઝિક પગારમાં વધારો કરવા માટે નવા ફિટમેન્ટ ફેક્ટરનું નિર્ધારણ.

મોંઘવારી આધારિત સુધારો: જીવનનિર્વાહના સતત વધતા ખર્ચ અને ફુગાવાને અનુરૂપ વૈજ્ઞાનિક ઢબે પગાર માળખાની રચના.

ભથ્થાનું પુનર્ગઠન: વર્તમાન પરિસ્થિતિ મુજબ ઘર ભાડા ભથ્થા (HRA) અને મુસાફરી ભથ્થા (TA) માં જરૂરી સુધારા.

પેન્શન લાભ: નિવૃત્ત કર્મચારીઓની નાણાકીય સુરક્ષા વધુ મજબૂત કરવા પેન્શનના નિયમોમાં ફેરફાર.

કલ્યાણ અને સુવિધાઓ: કર્મચારીઓના મનોબળને વેગ આપવા અને કાર્યસ્થળની માળખાગત સુવિધાઓમાં સુધારો.

માહિતી એકત્રીકરણ માટે રાજ્યવાર પ્રવાસ કાર્યક્રમ

માર્ચ મહિનાથી પંચ દ્વારા ડેટા અને સૂચનો એકત્રિત કરવા દેશવ્યાપી મુલાકાતો લેવામાં આવી રહી છે, જેનું આગામી સમયપત્રક આ મુજબ છે:

આ ઉપરાંત, રેલવે કર્મચારીઓની દૈનિક કાર્યસ્થિતિ અને તેમની વાસ્તવિક સમસ્યાઓનો પ્રત્યક્ષ અનુભવ મેળવવા માટે પંચ મુંબઈમાં મધ્ય રેલવેની પણ વિશેષ મુલાકાત લેશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ મોડું લાગુ થશે તો આ કર્મચારીઓને 3.45 લાખ રૂપિયાનું નુકસાન થશે

ભલામણોના અમલીકરણની સમયમર્યાદા

8મા પગાર પંચની રચના 3 નવેમ્બર, 2025 ના રોજ કરવામાં આવી હતી. કાયદાકીય જોગવાઈઓ મુજબ પંચે તેની રચનાના 18 મહિનાની અંદર પોતાનો અહેવાલ સબમિટ કરવાનો રહે છે. આથી, પંચ ફેબ્રુઆરીથી મે 2027 ની વચ્ચે સરકારને પોતાનો સત્તાવાર અને અંતિમ રિપોર્ટ સોંપી શકે છે.

અગાઉના પગાર પંચના અમલીકરણના ઇતિહાસને ધ્યાનમાં રાખીએ તો, ભલામણો સ્વીકારીને તેના વાસ્તવિક અમલમાં અંદાજે 2 થી 3 વર્ષનો સમય લાગી જાય છે. આ ગણતરીએ સમગ્ર દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોને 8મા પગાર પંચ હેઠળ કરવામાં આવતી જાહેરાતોનો સંપૂર્ણ આર્થિક લાભ 2029 અથવા 2030 સુધીમાં મળવાની પ્રબળ શક્યતા છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan